Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન હેઠળ રાજપીપળા માં અર્બન દ્વારા ANC બહેનો માટે કેમ્પ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નાદોદ તાલુકામાં અર્બન હેલ્થ સેન્ટર ની ટીમ દ્વારા સમયાંતરે જરૂરિયાત મુજબ અલગ અલગ કેમ્પનું આયોજન થાય છે ત્યારે હાલમાં પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન હેઠળ ANC બહેનો માટે કેમ્પ ગોઠવાઈ રહ્યા છે જેમાં રાજપીપળા નાં ટેકરા ફળિયા વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કેમ્પનું આયોજન થયું જેમાં પ્રસૂતિ પૂર્વ સંભાળ માટેનો મુખ્ય ઉદ્દેશ્ય હોય જેમાં ઉચ્ચ જોખમી સગર્ભાવસ્થાનું નિદાન કરવાનો અને નિયમિત ગર્ભાવસ્થાની તપાસ પૂરી પાડવાનો છે જેમાં ખાસ ડાયગ્નોસ્ટિક્સ અને કાઉન્સેલિંગ સેવાઓનું કવરેજ રિપ્રોડક્ટિવ મેટરનલ નિયોનેટલ ચાઇલ્ડ અને એડોલસેન્ટ હેલ્થના ભાગરૂપે વ્યૂહરચના કિશોરવયની છોકરીમાં એનિમિયાનું નિદાન કરવા અને તેને આયર્નની ગોળીઓ વડે ઠીક કરી ભારત ને એનિમિયા મુક્ત બનાવવા આ અભિયાન ચાલુ કરાયું છે.

(11:55 pm IST)