Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

VI એ ટ્રીલીયન્‍ટ સાથેકર્યુ જોડાણ

રાજકોટ તા. ર૬ : અગ્રણી ટેલીકોમ ઓપરેટર વોડાફોન આઇડિયા લિમિટેડ (વીઆઇએલ) ની એન્‍ટરપ્રાઇઝ કંપની વી.બિઝનેસએ એડવાન્‍સ મીટરિંગ અને સ્‍માર્ટસ ગ્રિડ સિસ્‍ટમ્‍સ માટે યુટિલિટી સોલ્‍યુશન્‍સના અગ્રણી વૈશ્વિક પ્રદાતા ટ્રિલિયન્‍ટ સાથે એના જોડાણની જાહેરાત કરી છ.ે આ જોડાણ વી. બિઝનેસ અને ટ્રિલિયન્‍૭ બંનેને ભારતમાં એડવાન્‍સ્‍ડ મીટરિંગ ઇન્‍ફ્રાન્‍ટ્રકચર (એએમ.આઇ) પ્રોજેટસ માટે સંકલિત આઇઓટી સોલ્‍યુશન ઉભા કરવા અને અમલ કરવા તેમની સંયુકત કુશળતાનો ઉપયોગ કરવામાં મદદરૂપ થશે. આ જોડાણ સરકારના ડિજિટલ ઇન્‍ડિયા અભિયાનને મજબુત કરવા અને સમગ્ર દેશમાં રપ૦ મિલિયન ઇલેકિટ્રસીટી મીટરને સ્‍માર્ટ મીટરમાં બદલવાના લક્ષ્યાંક સાથે દેશના વીજ વિતરણ ક્ષેત્રમાં પરિવર્તન કરવા ઇચ્‍છે છે.

પ્રોવાઇડર્સ માટે અદ્યતન આઇઓટી સોલ્‍યુશન્‍સ પ્રદાન કરવા ભારતમાં એએમ.આઇના ઝડપી અમલીકરણને વેગ આપવા મદદરૂપ થશે. આ જોડાણ દેશમાં ઉર્જા અને યુટિલિટી ક્ષેત્રમાં અમારી દ્રઢ કટિબધ્‍ધતા પણ પ્રદર્શિત કરે છે. તથા ડિસ્‍કોમને સુરક્ષિત અને સંકલિત રીતે એએમઆઇ સોલ્‍યુશન્‍સના ફાયદા મેળવવા માટે મદદરૂપ થશે.

(4:54 pm IST)