Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખ જાહેર : 20 ઓક્ટોબરથી 9 નવેમ્બર સુધી કુલ 21 દિવસનું નિયત કરાયું

શિક્ષણ બોર્ડે જાહેર કરેલા પરિપત્ર મુજબ તમામ પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓના બાળકોને વેકેશનની તારીખો એક સરખી રહી શકે

અમદાવાદ : રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એક સરખી રહે તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દિવાળી વેકેશન તારીખ 20-10-2022થી 9-11-2022 સુધી એટલે કે કુલ 21 દિવસનું નિયત કર્યું છે.

 

શિક્ષણ બોર્ડે જાહેર કરેલા પરિપત્ર મુજબ તમામ પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓના બાળકોને વેકેશનની તારીખો એક સરખી રહી શકે.

વેકેશનમાં દિવાળી ઉપરાંત દિવાળીના વાઘબારશ, ધનતેરસ, કાળીચૌદશ, બેસતુ વર્ષ, ભાઇબીજ તેમજ લાભપાંચમના તહેવારો વિદ્યાર્થીઓ માણી શકશે અને તા.10મી નવેમ્બરથી શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલથી ધમધમતી થઇ જશે પરંતુ તે પહેલાં વિદ્યાર્થીઓ દિવાળી વેકેશનનો ભરપૂર આનંદ માણશે.દિવાળી વેકેશનથી પ્રથમ સત્રનો શાળામાં અંત આવશે જ્યારે દિવાળી વેકેશન ખુલશે ત્યારે દ્વિતિય સેમેસ્ટરનો પ્રારંભ થઇ જશે.

 

(9:44 pm IST)