Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

નર્મદા સુગર ફેક્ટરીને 21મો એવોર્ડ મળતા અમલેથા ગામે સુગર ચેરમેન,એમ. ડી. સહિત ટીમનું સન્માન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા  : નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન ધી નર્મદા ખંડસરી ઉદ્યોગ, ધારીખેડાને આ વર્ષે વધુ એક રાષ્ટ્રીય એવોર્ડ મળવા બદલ ખેડુતોમાં ખુશી છવાઈ છે.એવોર્ડ મળતા જ અમલેથા ગામના ખેડૂતો અને અન્ય ગામના ખેડૂતો દ્વારા સુગરનાં ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ અને તેમની ટીમનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.

નર્મદા સુગર અત્યાર સુધીમાં 14 નેશનલ ફેડરેશનના એવોર્ડ,સુગર ટેકનોલોજી ઓફ એસોસિયેટ ના 2, નેશનલ કો.ઓ.ડેવલપમેન્ટ કોર્પોરેશન 01 અને ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ ગાંધીનગરના 4 એમ કુલ 21 એવોર્ડ મેળવી ચુકી છે.નર્મદા સુગરને આ 21 મો રાષ્ટ્રીય એવોર્ડ મળતા નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ, તેમની ડિરેક્ટરોની ટીમ, નર્મદા સુગર પરિવાર અને ખેડૂતો માં ખુશીની લહેર પણ જોવા.મળી છે.

એવોર્ડ બદલ નર્મદા સુગરની  ટિમ ને સૌએ અભિનંદન આપ્યા બાદ આમલેથા ગામ ખાતે નર્મદા સુગર ચેરમેન ઘનશ્યામ પટેલ, એમ.ડી નરેન્દ્ર પટેલ સહિત ડિરેક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન માં સાંસદ મનસુખ વસાવા,નાંદોદ તાલુકા પ્રમુખ અરવિંદ પટેલ, કમલેશ પટેલ, રાજેશ વસાવા સહિત આગેવાનો જોડાયા હતા અને સુગરની સમગ્ર ટીમનું સન્માન કર્યું હતું.
   આ બાબતે  ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આજે  નર્મદા સુગરને 21મો એવોર્ડ  મળ્યો એ બાબત ની ખુશી છે. જે સુંદર આયોજન અને પારદર્શક વહીવટને કારણે છે. જે તેના ચેરમેન ઘનશ્યામ પટેલ અને તેમની ટીમ ને આભારી છે. મને ગર્વ છે કે એક માંદી ફેક્ટરીનો વહીવટ ઘનશ્યામભાઈ ને સોંપ્યો તો પણ આજે દેશની ટોપ હરોળમાં નર્મદા સુગરને જોવ છું તો.ગર્વ થાય છે. આજે 11.31,લાખ મેં.ટન શેરડીના પિલાણ કરી જેનું ફાયનલ.પેમેન્ટ 145 કરોડ રૂપિયા આગામી 4 ઓક્ટોબર 2022 ના રોજ અંદાજીત 7 હજાર થી વધુ ખેડૂતોના ખાતામાં ઓનલાઈન  રૂપિયા જમા કરવામાં આવશે. આટલી માતબર રકમ જિલ્લામાં વિતરણ થશે. આપણાં ખેડૂતોના ખાતા માં જશે જે આપણા માર્કેટમાં વાપરશે આ નાની વાત નથી. આવી કામગીરી બાદલ મારુ તો માનવું છે નર્મદા સુગરની ટીમ ના ગામે ગામ સન્માન થવા જોઈએ.

 

(10:48 pm IST)