Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ગુજરાત યુનિવર્સિટી બોયસ હોસ્ટેલમાં સતત બીજા દિવસે અસામાજીક તત્વોએ કર્યો હુમલો

હોસ્ટેલમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ: પોલીસ કારની ગ્રીલ પણ તોડી નાખી : હુમલો કરનારા એબીવીપીના કાર્યકરો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ

ગુજરાત યુનિવર્સિટી બોયસ હોસ્ટેલમાં સતત બીજા દિવસે અસામાજીક તત્વો દ્વારા હુમલાની ઘટના બની છે. બોયસ હોસ્ટેલમાં પોલીસની હાજરીમાં હુમલો કરાયાનો આક્ષેપ થયો છે. અસામાજિક તત્વોએ પોલીસ કારની ગ્રીલ પણ તોડી નાખી હતી.તો સોમવારે હોસ્ટેલમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરાઇ હતી.આમ સતત બે દિવસથી ગુજરાત યુનિવર્સિટી બોય્સ હોસ્ટેલમાં હુમલાની ઘટના બનતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે

   આ ફરિયાદમાં હુમલો કરનારા એબીવીપીના કાર્યકરો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. જેમાં કૃણાલ જેતાવતની ફરિયાદ આધારે 10 જેટલા શખ્સો સામે નોંધ્યો ગુનો નોંધાયો છે

  અત્રે  ઉલ્લેખનીય છે કે ગઈકાલે એલડી આર્ટ્સ કોલેજમાં આચાર્ય પર હુમલાની ઘટના બની હતી અને આચાર્યની ઓફિસમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. જો કે આ ઘટના બાદ કોલેજ પ્રશાસને આકરા નિર્ણય લેતા ઘટાનામાં સામેલ ત્રણ વિદ્યાર્થીઓને રસ્ટિકેટ કરવામાં આવ્યા છે. હવે જોવું રહ્યું કે ગુજરાત યુનિવર્સિટી બોયસ હોસ્ટેલમાં સતત બે દિવસથી હુમલા કરનારા અસામાજિક તત્વો સામે યુનિવર્સિટી દ્વારા ક્યારે અને કેવા  પગલાં લેવામાં આવે છે

(12:46 am IST)