Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ એસો.દ્વારા વોકાથોન ફોર હેલ્‍થ

(કેતન ખત્રી), અમદાવાદઃ અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ એસોસિએશનના ઉપક્રમે રિવરફ્રન્‍ટ ખાતે આયોજિત એએસીએ વોકાથોન ફોર હેલ્‍થમાં ૩૫૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ફિટનેસ પ્રતિ જાગૃતિ કેળવતા વોકથોનમાં ૩ કિમી અને ૬ કિમી એમ બે ટાર્ગેટ રાખવામાં આવેલ. ઈવેન્‍ટ ફલેગઓફ પહેલાં શરૂઆતમાં ટ્રેઈનર દ્વારા વોર્મઅપ એકસર્સાઈઝ, યોગા, ઝુમ્‍બા સેશન પણ કરાવ્‍યા હતા. દરેક ફીનીશર પાર્ટિસીપન્‍ટને સર્ટીફીકેટ, મેડલ તથા ગીફટ વાઉચર આપવામાં આવ્‍યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી ટુંક સમયમાં અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ એસો. દ્વારા નવરાત્રી ગરબા, દિવાળી ગેટ ટુ ગેધર ક્રિકેટ કાર્નિવલ તેમજ બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.

(3:58 pm IST)