Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

રાતે હાઇકમાન્‍ડે આદેશ કર્યોઃ સવારે રાજીનામું આપ્‍યુ

એક વર્ષે વિજય રૂપાણીનો ખુલાસો

નવી દિલ્‍હી, તા.૨૮: ગુજરાતના મુખ્‍યમંત્રીનું પદ છોડ્‍યાંના એક વર્ષ પછી વિજય રૂપાણીએ બહુ મોટો ખુલાસો કર્યો છે. રૂપાણીએ કહ્યુ હતુ કે, એક રાત પહેલાં ભાજપના હાઇકમાન્‍ડ તરફથી રાજીનામું આપવા કહ્યુ હતુ. રૂપાણીએ ૧૧ સપ્‍ટેમ્‍બર ૨૦૨૧ના દિવસે મુખ્‍યમંત્રી પદ પરથી રાજીનામું આપ્‍યું હતું. તેમણે ઇન્‍ડિયન એક્‍સ-ેસને આપેલા ઇન્‍ટરવ્‍યૂમાં જણાવ્‍યુ હતુ કે, બીજેથી હાઇકમાન્‍ડે રાજીનામું આપવા કહ્યુ અને તરત બીજા દિવસે તેમણે પદ છોડી દીધું હતું. તેમણે આગળ જણાવ્‍યુ હતુ કે, તેમણે હાઇકમાન્‍ડને કારણ પૂછયું નહોતું અને તેમને પણ સામેથી કોઈ કારણ કહેવામાં આવ્‍યું નહોતું.

તેમણે આગળ ઇન્‍ટરવ્‍યૂમાં કહ્યુ હતુ કે, મને વિશ્વાસ છે કે જો મેં કારણ પૂછયું હોત તો મને કારણ જણાવવામાં પણ આવ્‍યું હોત. પરંતુ હંમેશા હું પાર્ટીનો અનુશાસિત કાર્યકર્તા રહ્યો છું. મેં હંમેશા તે જ કર્યુ છે કે જે મને પાર્ટીએ કહ્યુ હતું. પાર્ટીએ મને મુખ્‍યમંત્રી બનવાનો આદેશ આપ્‍યો તો હું બની ગયો. જ્‍યારે પાર્ટીએ મને કહ્યુ કે મારું મુખ્‍યમંત્રી પદ તેઓ પાછું લઈ રહ્યા છે તો મેં રાજીખુશીથી હામી ભરી હતી.

આગળ તેમણે જણાવ્‍યુ હતુ કે, પાર્ટીના હાઇકમાન્‍ડનો આદેશ આવ્‍યાના અમુક કલાક પછી મેં ગુજરાતના રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતને વગર કશા વિરોધે કે વગર ગુસ્‍સે રાજીનામું સોંપ્‍યું હતું. રૂપાણીએ કહ્યુ હતુ કે, એક સારા કાર્યકર્તા રૂપે હું પાર્ટીના હાઇકમાન્‍ડ સામે કયારેય નથી ગયો. મેં મારું રાજીનામું ઉદાસ નહીં પરંતુ હસતા મોઢે સોંપ્‍યુ હતુ.

રૂપાણીને મુખ્‍યમંત્રી પદેથી હટાવ્‍યા પછી બરાબર એક વર્ષ પછી ભાજપે તેમને પંજાબના પ્રભારી બનાવ્‍યા છે. તેમના આ નવા કાર્યને રાષ્‍ટ્રીય રાજનીતિમાં પોતાની ઉન્નતિના રૂપમાં જોઈ રહ્યા છે. આ મામલે તેમણે ઇન્‍ટરવ્‍યૂમાં કહ્યુ હતુ કે, હું પોતાને ભાગ્‍યશાળી માનું છું કે પાર્ટીએ મને પહેલાં શહેરી સ્‍તરે, પછી ક્ષેત્રીય સ્‍તરે કામ સોંપ્‍યું અને મેં તે અનુસાર કામ કર્યું. મને રાજ્‍ય સ્‍તરે ચાર વર્ષ સુધી મહાસચિવ તરીકેની જવાબદારી આપવામાં આવી હતી અને અંતે મુખ્‍યમંત્રી તરીકે સેવા કરવાનો મોકો મળ્‍યો. હવે મને રાષ્‍ટ્રીય સ્‍તરે એક નવી જવાબદારી સોંપવામાં આવી છે.

રૂપાણીએ તે પણ કહ્યુ હતુ કે, આ વર્ષાંતે યોજનારી વિધાનસભા ચૂંટણીમાં તેઓ રસ લેશે અને ભાજપને બે તળતીયાંશ મતથી જીતાડશે. તેમણે કહ્યુ હતુ કે, આગામી પાંચ વર્ષમાં પંજાબમાં ભાજપને મજબૂત વિપક્ષ બનાવવા અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના નેતળત્‍વ અને લોકપ્રિયતાને વધારી ૨૦૨૭માં પંજાબમાં સત્તા હાંસલ કરવાનો પ્રયત્‍ન રહેશે.

(4:20 pm IST)