Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા આર.કે. પાર્ટી પ્‍લોટના ગરબામાં બજરંગ દળના સરપ્રાઇઝ તપાસમાં બે વિધર્મી યુવકો પકડાયા

હિન્‍દુ સંગઠનોએ યુવકને માર મારી કપડા ઉતરાવ્‍યા

અમદાવાદઃ અમદાવાદ આર.કે. પાર્ટી પ્‍લોટના ગરબામાં લવજેહાદના મામલે બજરંગ દળના કાર્યકરોએ સરપ્રાઇઝ તપાસ કરી હતી. તપાસ દરમિયાન બે વિધર્મી યુવકો ઝડપાયા હતા. તેમની વચ્‍ચે બોલાચાલી અને ઘર્ષણ થતા સંગઠનના કાર્યકરોએ યુવકને માર મારી કપડા ઉતરાવ્‍યા હતા.

અમદાવના ગરબામાં આવી ચઢેલા વિદ્યમીથી હોબાળો થયો હતો. ગરબામાં વિધર્મીએ પ્રવેશ કરતા બજરંગ દળના કાર્યકરોએ મેથીપાક ચખાડ્યો હતો. સિંધુભવન રોડ પર આવેલા આરકે પાર્ટી પ્લોટમાં આ બનાવ બન્યો હતો. વિધર્મીઓ ગરબામાં પ્રવેશી લવજેહાદ કરતા હોવાનો બજરંગ દળે આરોપ લગાવ્યો. તેમજ નવરાત્રિ દરમિયાન દરેક જગ્યાએ VHP તિલક કરી પ્રવેશ આપવાનું અને સરપ્રાઈઝ ચેકીંગ ચાલુ રાખશે તેવું જણાવ્યું.

આ વર્ષે બજરંગ દળે ચેતવણી આપી છેકે, વિધર્મીઓ ગરબામાં ઘૂસવા ન જોઈએ. ત્યારે નવરાત્રિમાં વિધર્મીઓની હાજરીને લઈ VHP અને બજરંગ દળે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. બજરંગ દળને બાતમી મળી હતી કે, કેટલાક લોકો ગેરકાયદે રીતે ગરબામાં ઘૂસી રહ્યાં છે. જેથી બજરંગ દળના સરપ્રાઈઝ ચેકિંગમાં બે વિધર્મી યુવકો પકડાયા હતા.

આ ગરબાના સ્થળ પર કેટલાક વિદ્યર્મી લોકોએ પ્રવેશ કર્યો હોવાની જાણ થતાં તપાસ કરતાં બે વિઘર્મી યુવક મળ્યા હતા, જેમની સાથે બોલાચાલી થઈ હતી, ત્યારે તેમાંથી એક યુવક ભાગવા જતાં બજરંગ દળના કાર્યકરો તેની પાછળ દોડ્યા હતા અને તેમની વચ્ચે ઘર્ષણ થયું હતું. તેમજ કાર્યકર્તાઓએ વિધર્મી યુવકના કપડા ઉતરાવ્યા હતા.

(5:30 pm IST)