Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

"નીપા સિંહ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ" દ્વારા નવરાત્રી સ્પેશિયલ "મહિષાસુર મર્દિની સ્ત્રોત્રમ" મ્યુઝિક વીડિયો અને ઓડિયો રિલીઝ કર્યો

અમે પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરા સાથે વધુને વધુ લોકોને જોડાવા અને પ્રેરિત કરવા, આ સ્ત્રોત કર્ણપ્રિય સંગીતમય અલગ અંદાઝમાં પ્રકાશિત કર્યો છે : નીપા સિંઘ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : "નીપા સિંહ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ" દ્વારા નવરાત્રી સ્પેશિયલ "મહિષાસુર મર્દિની સ્ત્રોત્રમ" મ્યુઝિક વીડિયો અને ઓડિયો રિલીઝ કર્યો છે. ગાયક દક્ષ સિંહે "મહિષાસુર મર્દિની સ્ત્રોતમ" ને સુંદર કંઠ આપ્યો છે.  સંગીતકાર  સમીર અને માના દ્વારા સંગીત આપવામાં આવ્યું છે. માતાજીના રૂપ નારી શક્તિ દ્વારા દર્શાવામાં આવ્યા છે. તેનુ શૂટિંગ અંબાપુરની વાવમાં કરવામાં આવ્યુ છે. માતાજીનું સ્ત્રોત ભક્તોને ભક્તિરસથી તરબોળ કરે એવા અલગ અંદાઝથી તૈયાર કરવામાં આવ્યું છે. યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના વ્યાપક પલેટફોર્મ પર "નીપા સિંહ પ્રોડક્શન્સ" ચેનલ પર મ્યુઝિક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે અને ઓડિયો તમામ મુખ્ય ઓડિયો પ્લેટફોર્મ્સ પર રિલીઝ કરવામાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ, ફેસબુક રીલ્સ અને કોલર ટ્યુન્સ માટે પણ ઉપલબ્ધ છે.

     નીપા સિંઘ કહે છે કે, "અમે પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરા સાથે વધુને વધુ લોકોને જોડાવા અને પ્રેરિત કરવા, આ સ્ત્રોત કર્ણપ્રિય સંગીતમય અલગ અંદાઝમાં પ્રકાશિત કર્યો છે"

 

(5:49 pm IST)