Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

લલિત વસોયાએ કહ્યુ- આગામી ચૂંટણી હું કોંગ્રેસમાંથી જ પૂર્ણ શક્તિથી લડીશ

ધોરાજીના કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપમાં જોડાવાની અટકળો પર પૂર્ણ વિરામ મુક્યું

ધોરાજીના કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપમાં જોડાવાની અટકળો પર પૂર્ણ વિરામ મુક્યું છે. લલિત વસોયાએ સ્પષ્ટતા કરતા કહ્યુ હતું કે, આગામી ચૂંટણી હું કોંગ્રેસમાંથી પૂર્ણ શક્તિથી લડીશ.. હું કોંગ્રેસ સાથે જ જોડાયેલો છું અને કોંગ્રેસમાં જ રહીશ. આ જનતાના ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં હું હાજરી ન આપું તો વ્યાજબી ન કહેવાય. ભાજપના જયેશ રાદડિયા અને રમેશ ધડુક પ્રત્યે પ્રેમ છે પરંતુ ભાજપમાં જોડાવાની વાત ખોટી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષોની ગતિવિધી વધી છે. જેમાં તોડજોડનું રાજકારણ પણ ગરમાયું છે. જેમાં હાલમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ભાજપના નેતાઓ સાથે કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. આ અંગે લલિત વસોયાએ નિવેદન પણ આપ્યું હતું. જેમાં લલિત વસોયાએ કહ્યું પાટણવાવ ખાતે ગ્રામ પંચાયત આયોજિત લોકમેળામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વસોયાએ કહ્યું ભાજપનો કોઈ કાર્યક્રમ ના હતો પાટણવાવ મારો મત વિસ્તાર હોવાથી અને એમાં આમંત્રિત મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યો છું. હું મારા મત વિસ્તારના કાર્યક્રમમાં હાજર રહ્યો ભાજપના નેતાઓએ આ કાર્યક્રમમાં આવું કે નહી એ વાત ભાજપ ના નેતાઓને વિચારવી પડે. વસોયાએ કહ્યું હું કોંગ્રેસના પ્રદેશ કક્ષાનો નેતા નથી અને પ્રદેશની કોઈ સમિતિમાં રહેવા માંગતો પણ નથી

(8:10 pm IST)