Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

તીસ્તા સેતલવાડ કેસમાં આર.બી. શ્રીકુમારને હંગામી જામીન પર મુક્ત કરવા હાઇકોર્ટનો આદેશ

હાઇકોર્ટે સેશન્સ કોર્ટને નિર્દેશ આપ્યો છે કે આરોપીને ચાર્જશીટની નકલ આપવામાં આવે.

અમદાવાદ :  તીસ્તા સેતલવાડ કેસમાં તીસ્તા બાદ હવે આર.બી. શ્રીકુમારને પણ જામીન મળશે, જો કે આ જામીન કાયમી નહીં પણ હંગામી જામીન છે. તીસ્તા સેતલવાડ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ગુજરાતના પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમારને હંગામી જામીન પર મુક્ત કરવા આદેશ કર્યો છે.

    આજે ગુજરાત હાઇકોર્ટમાં 2002 રમખાણોના કેસમાં ગુજરાતને બદનામ કરવાના કેસમાં તીસ્તા સેતલવાડ અને આર. બી. શ્રીકુમારની જામીન અરજી પર સુનાવણી થઇ. સુનાવણી દરમિયાન તીસ્તાએ રજૂઆત કરી હતી કે તેના વિરુદ્ધ SITએ દાખલ કરેલી ચાર્જશીટની નકલ મળી નથી. હાઇકોર્ટે સેશન્સ કોર્ટને નિર્દેશ આપ્યો છે કે આરોપીને ચાર્જશીટની નકલ આપવામાં આવે. 

   બીજી બાજુ આ કેસમાં SIT દ્વારા ચાર્જશીટ ફાઈલ થઇ ગઈ હોવાથી આર.બી.શ્રીકુમારે જામીન અરજી પરત ખેંચી હતી અને ઉંમર અને નાદુરસ્ત તબિયતના  કારણ પર હંગામી જામીનની માંગ કરી હતી. આથી હાઈકોર્ટે આર.બી. શ્રીકુમારને હંગામી જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે. આ સાથે હાઇકોર્ટે ચાર્જશીટ બાદ નિયમિત જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરવાની છૂટ આપી છે. 

(8:57 pm IST)