Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

રાજપીપળા કાછીયાવાડમાં સંસ્કાર યુવક મંડળ દ્વારા ચાલતા બાલિકા ગરબા મહોત્સવે ભારે રમઝટ જમાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નવરાત્રીમા માઇ ભક્તો માતાજીનુ આનુષ્ઠાન કરે છે અને ઉપવાસ કરી જીવનમા સુખ સમ્રુધ્ધિ માંગે છે અને જે જીવનમા ખુટતુ હોય જે માતજી પાસે માંગે અને માતજી ભક્તની ઇચ્છા પુરી કરે છે.આવી માંનતા રોજના માઇ ના દર્શને આવતા મોટી સંખ્યામા ભકતો કરતા હોય છે ગુજરાતની ઓળખ કહો કે ગુજરાતનું ગૌરવ ગરબાએ ગુજરાતીના રોમમાં રોમ માં જન્મ જાત વસેલા હોય છે વળી હાલ ગરબાની મોસમ એટલેકે દુનિયાનો સૌથી મોટો નૃત્યોત્સવ નવરાત્ર ચાલી રહ્યો છે ત્યારે માં શક્તિની આરાધનાના પર્વે સહુ કોઈ ગરબા રમવા તલ્લીન થઇ જાય છે અસલ બે તાલીના ગરબા એ હવે મસમોટા અવાઝ માં વાગતા સંગીત સાથે કદમ મિલાવ્યા છે ત્યારે મોટેરા તો મન મૂકીને આ ગરબા ગાઈ લે છે પણ નાના બાળકો પણ આ ગરબાથી વંચિત ના રહે અને ગુજરાતની આ ઓળખને નાનપણ થીજ સમજે અને સ્વતંત્ર રીતે ગરબે રમી શકે તે માટે રાજપીપળામાં કાછીયાવાડ વિસ્તારમાં અંબામાતાજી ના મંદિરે બાલિકા ગરબા મોહત્સવ નું આયોજન કર્યું છે અહીં 5 વર્ષથી માંડી 10 વર્ષના બાલિકાઓ પોતાની આગવી રીતભાત થી સ્વતંત્ર રીતે ગરબા રમેં છે ત્યારે ગુજરાતની સાચી સંસ્કૃતિ નિખરી આવે છે.
 સંસ્કાર યુવક મંડળ કાછીયાવાડના મહેશભાઈ હીરાભાઈ કાછીયા પ્રમુખ અને આયોજકો નું માનવું છે કે બાળકોને નાનપણ થીજ ગુજરાત ની ઓળખ સમાં નૃત્ય એટલેકે ગરબા નો  ખ્યાલ આવે અને તેનામાં ગુજરાતી હોવાની ભાવના જાગે તેમાટે અમે છેલ્લા સાત વર્ષ થી માત્ર નાના બાળકો માટે ગરબા નું આયોજન કરીએ છે અને તેમાં શહેર ભર ના બાળકો સ્વાતંત્ર રીતે ગરબા કરી માં શક્તિ ની આરાધના કરે છે વાલીઓ નું પણ માનવું છે કે અમે મોટેરા તો ગમે ત્યાં ગરબા રમી લઈએ પણ નાના બાળકો ને અહીં સ્વતંત્રતા થી ગરબા રમવા મળે છે એ ખુબજ સરાહનીય છે.કાછીયાવાડ ના બાલિકા ગરબા માં સ્વ.અનિલભાઈ એલચીવાળાના પુત્ર  પ્રતીક અનિલભાઈ એલચિવાળા તરફ થી બાલિકાઓને લ્હાણી આપવામાં આવી હતી

(11:01 pm IST)