Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

વિરમગામ ખાતે વીર ભગતસિંહ કબડ્ડી અને રસ્સા ખેંચ રમત સ્પર્ધા યોજાઈ

કબડ્ડીની 8 ટીમ અને રસ્સા ખેંચની 4 ટીમ સહિત કુલ 100 થી વધુ રમતવીરોએ ભાગ લીધો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : કરોડો યુવાનોના પ્રેરણાસ્ત્રોત એવા આપણા મહાન ક્રાંતિવીર ભગતસિંહની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરમગામ નગર દ્વારા વીર ભગતસિંહ રમત સ્પર્ધાનું શેઠ એમ જે હાઇસ્કુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કબડ્ડીની 8 ટીમ અને રસ્સા ખેંચની 4 ટીમ સહિત કુલ 100 થી વધુ રમતવીરોએ ભાગ લીધો હતો. કબડ્ડી અને રસ્સા ખેંચની ફાઇનલમાં વિજેતા બનેલ ટીમના તમામ સભ્યોને ક્રાંતિવીર ભગતસિંહનું પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું. વીર ભગતસિંહ રમત સ્પર્ધામાં તમામ રમતવીરોએ અનુશાસન સાથે પોતાની શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં રમતવીરોને રમતની સાથે જોડાયેલા સંસ્કાર અને આપણા મહાન ક્રાંતિવીરોના પ્રેરણાદાય જીવન પ્રસંગો વિશે માહિતી આપવામાં આવી હતી.
 

(11:06 pm IST)