Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ભાજપના ભુવાજી વિજય સુવાળાએ ચૂંટણી લડવાના આપ્યા સંકેત:કહ્યું -પાર્ટી જ્યાંથી ટિકિટ આપશે ત્યાંથી ચૂંટણી લડીશ

વિજય સુવાળાએ કહ્યું કે પાર્ટી ટિકિટ આપશે તો ચોક્કસ ચૂંટણી લડીશ ભાજપનો વિકાસ અને મારી લોક ચાહના મતમાં કન્વર્ટ થશે

અમદાવાદ : આમ આદમી પાર્ટી માંથી ભાજપમાં આવેલા વિજય સુવાળાએ ચૂંટણી લડવા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. વિજય સુવાળાએ કહ્યું કે પાર્ટી ટિકિટ આપશે તો ચોક્કસ ચૂંટણી લડીશ ભાજપનો વિકાસ અને મારી લોક ચાહના મતમાં કન્વર્ટ થશે.

ભુવાજી તરીકે જાણીતા લોક ગાયક વિજય સુવાળાએ જણાવ્યું હતું કે, પાર્ટી જ્યાંથી ટિકિટ આપશે ત્યાંથી ચૂંટણી લડીશ. લોકો ભાજપને પ્રેમ કરે છે, તેમનું સંગઠન અને લોકોની ચાહના અને મારા પ્રત્યેનો પ્રેમ અને વિકાસના કર્યો જોઈને લોકો મત આપવાના છે. સાથે મારી ચાહના આ બંને પાસા મળશે અને લોકો મારી ચાહના મતમાં કન્વર્ટ કરી આપશે.

વિજય સુવાળાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. ત્યારે હવે તેમણે ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે. આમ ચૂંટણી નજીક આવતાની સાથે જ નેતાઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે લોક ગાયક વિજય સુવાળા પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે અને જીત માટેનું સમીકરણ પણ જાહેર કર્યું છે.

(11:57 pm IST)