Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં ક્યાંક છુટોછવાયો વરસાદ પડવાની આગાહી

ત્રણ દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઇ આગાહી નથી

અમદાવાદ ; આગામી ત્રણ દિવસ સામાન્ય અને છુટોછવાયો વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ભારે વરસાદને લઇને કોઇ આગાહી કરવામાં નથી આવી. અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં ક્યાંક છુટોછવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઇ આગાહી કરવામાં નથી આવી. માત્ર દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સિસ્ટમ બનતી હોવાથી વરસાદી માહોલ સર્જાવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

(12:20 am IST)