Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

બ્રહ્મસમાજની ભુપેન્દ્રભાઇ સાથે શુભેચ્છા મુલાકાત : પુસ્તકો ભેટ કર્યા

ગાંધીનગર,તા. ૨૮ : બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાત અને બ્રાહ્મણ યુવા સંગઠનના પદાધિકારીઓએ સોમવારે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, શહેર વિકાસ રાજ્યમંત્રી વિનોદ મોરડીયા સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.

બ્રહ્મસમાજના લોકોએ મુખ્યમંત્રીને વેદ મંત્રોચ્ચારણ વચ્ચે આધ્યાત્મિક પત્રિકા શાકતેયમ ભેટ કરી શુભકામના પાઠવેલ. સાથે જ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વિનોદ મોરડીયાનું પણ બ્રહ્મસમાજ દ્વારા સન્માન કરાયેલ. આ અવસરે સમાજના અધ્યક્ષ મુકુંદભાઇ રાવલ, મંત્રી જયદીપ ત્રિવેદી, રિતેશ જોષી સહીત યુવા અધ્યક્ષ ઇશાન રાવલ, કોષાધ્યક્ષ અભિષેક ઉપાધ્યાય હાજર રહેલ.

(10:40 am IST)