Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

દારૂ હેરાફેરી માટે ખેપિયાની અદ્ભુત તરકીબ : પારડી પોલીસની સામે તરકીબ થઇ નિષ્ફળ

ટેમ્પામાંથી પારડી પોલીસે ૬૩ હજારનો દારૂ સાથે બે ખેપિયાને ઝડપી પાડયા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : દારૂ હેરાફેરી માટે ખેપિયાઓ અવનવી યુક્તિ અજમાવતા હોય છે.ક્યારેક કાર કે બાઈકમાં ચોરખાનું બનાવતા હોય છે તો ક્યારેક કોઈ સામાનની  આડમાં દારૂની હેરાફેરી કરતા હોય છે. પરંતુ પોલીસ પણ સચોટ બાતમીદાર મારફતે આવા ખેપિયાઓને ઝડપી પાડતી આવી છે. ફરી એકવાર પારડી પોલીસે ખેપિયાની દારૂ હેરાફેરી કરવાની એક યુક્તિને નિષ્ફળ કરી છે.

 પારડી પોલીસે શુક્રવારના રોજ સવારે ફાઉન્ટન હોટલ ની સામે નેહા નંબર 48 પર પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ને મળેલી બાતમી આધારે વોચ ગોઠવી Gj-15-AT-2026 નંબરનો ટેમ્પો આવતા પોલીસે અટકાવ્યો હતો અને ટેમ્પાની તલાશી લેતા ટેમ્પો ખાલીખમ મળી આવ્યો હતો. પરંતુ ટેમ્પામાં દારૂની હેરાફેરી કરતી હોવાની સચોટ બાતમીદાર મારફતે બાતમી મળી હોવાથી પોલીસે ઝીણવટ ભરી તલાશી લેતા પોલીસ દારૂ સંતાડવાની યુકતિ જોઈ ચોંકી ઉઠી હતી કારણકે ટેમ્પો અને તેની કેબીન ખાલીખમ મળ્યા હતા અને સાથે કોઈપણ જાતના ચોર ખાના  પણ મળ્યા ન હતા પરંતુ દારૂ હેરાફેરી માટે ખેપિયાએ ટેમ્પાના પાછળના ભાગે હુડ પર સેલોટેપ લગાવી દારૂની બોટલો મૂકી દીધી હતી અને જેના પર તાંડપત્રી બાંધી બિંદાસ દારૂ લઈ જતો હતો

 પોલીસે આ ટેમ્પા માંથી દારૂની 362 બાટલી નંગ જેની કિંમત રૂ 63800નો દારૂ કબ્જે લોધો હતો. અને 2 લાખનો ટેમ્પો કબ્જે કરી  ટેમ્પોચાલક વિરેન્દ્ર વસંતભાઈ ભોયા રહે કાજલી કપરાડા અને ગણેશ દીપકભાઈ ચીખલીયા રહે ઓરવાડ ડુંગર ફળિયા ની ધરપકડ કરી હતી સાથે દમણ થી દારૂ ભરાવનાર મોટી વાંકડ નો વિનોદ પટેલ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો તેમજ સુરત ખાતે દારૂ મંગાવનાર બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(2:50 pm IST)
  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે આઠમા દિવસે પણ ભાવમાં વધારો ઝીંકાયો: પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 31 પૈસાનો વઘારો થયો :આઠ દિવસમાં પેટ્રોલમાં 1.07 અને ડીઝલમાં 1.86 ૱ નો ભાવ વધારો થયો છે:ભાવ વધારો સવારે છ વાગ્યા થી લાગુ થશે access_time 11:44 pm IST

  • રાજકોટમાં હેર સલુનોમાં કોરોના ટેસ્ટીંગ શરૂ : કોરોના સંક્રમણ રોકવા આજથી શહેરના હેર સલુનોમાં ચેકીંગ શરૂ કરાયાનું જાણવા મળ્યુ છે access_time 3:46 pm IST

  • જામનગર જિલ્લાના લાલપુરમાં 2 જૂથ વચ્ચે અથડામણ: 3 લોકો ઘાયલ: મહિલાની છેડતી બાબતે અથડામણ થયાનું પ્રાથમિક તારણ: પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો : ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો access_time 11:48 pm IST