Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

વડોદરાના ન્યુ વીઆઈપી રોડ નજીક વુડાના મકાનમાં આધેડની હત્યા કરનાર ત્રણ આરોપીને પોલીસે ઝડપી જેલ હવાલે કર્યા

વડોદરા: શહેરના ન્યુ વીઆઇપી રોડ વુડાના મકાનમાં છ મહિના પહેલા ક્રિકેટ રમવાની બાબતે અર્જુન મારવાડી અને નટવર મારવાડી વચ્ચે તકરાર થઇ હતી પરંતુ તે સમયે સમાજનો પંચ બેસાડીને બંને પક્ષે સમાધાન કરી દીધું હતું.

ગુરુવારે રાત્રે અર્જુનના પિતા રાજુ મારવાડી સાથે સંજય મારવાડીના પિતા નટવરભાઈએ ઝઘડો કર્યો હતો, ત્યારબાદ રાત્રે 9:30 વાગે સંજય તેના પિતા નટવરભાઈ તથા તેના કાકા સોમાભાઈ ઘાતક હથિયારો સાથે રાજુભાઇના ઘરમાં ઘૂસી ગયા હતા અને રાજુભાઈને જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. જેના કારણે રાજુ મારવાડીનું કરૂણ મોત થયું હતું.

(5:12 pm IST)