Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

રાજપીપળા દરબાર રોડ ગાયત્રી મંદિર પાસે શિયાળામાં પણ પીવાના પાણીની 6 મહિનાથી ગંભીર તકલીફ

100 મીટરના અંતરે જ પાણીનો બોર છે,મોટરનું મસમોટું બીલ પણ આવતું હોવા છતાં પાણીની મોકાણ:વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતો ન હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં પાલિકા દ્વારા વેરો વધારો કરાયા બાદ પણ અમુક વિસ્તારોમાં પીવાના પાણીની મોકાણ હજુ સુધરી નથી જેમાં ખાસ કરીને દરબાર રોડ ગાયત્રી મંદિર પાસેના ઘરોમાં પાણી ઘણું ઓછા પ્રેસરથી મળતું હોવાની વારંવાર ફરિયાદો કરવા છતાં આ બાબતે તંત્ર કોઈ ધ્યાન અપાતું નથી.
અગત્યની બબત એ છે કે નજીકમજ 100 મીટર જેવા અંતરે પાણીનો બોર આવેલો હોવા છતાં નજીકના વિસ્તારોમાં અને શિયાળા ની ઋતુ માં પાણીની તકલીફ પડતા સ્થાનિક રહીશો કંટાળી ચુક્યા છે.બોરની મોટરના મસમોટા બિલો આવવા છતાં સ્થાનિક રહીશોને પૂરતું પાણી મળતું ન હોય તો નવા મુકાયેલા મુખ્ય અધિકારી આ તકલીફ બાબતે યોગ્ય કરે તેવી લોકો આશા સેવી રહ્યા છે.

(11:29 pm IST)