Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

સિસોદ્વા ગામમા બાપદાદાની જમીન બાબતે કોર્ટનો હુકમ હોવા છતાં ઝાડ કાપી નાખનાર બે વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા સિસોદ્રા ગામમાં જમીન બાબતે ઝગડો કરી ધમકી આપનાર બે ભાઈઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.

  પ્રાપ્ત વિગતો અનુસાર વિજયભાઈ પ્રવિણભાઈ ઉર્ફે ચીમનભાઈ પટેલ (રહે. સિસોદ્રા) ની ફરીયાદ મુજબ તેમની તથા મથુરભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, દિલીપભાઈ મથુરભાઈ પટેલ( બંને રહે સિસોદ્રા)ના બાપ દાદાની જમીન સિસોદ્રા ગામની સીમમાં આવેલ છે જેમાં આ ભાઈઓ   એ વિજયભાઈના પિતાજીને સરખા ભાગે જમીન આપી ન હોય જેથી તેમના પિતાજીએ તેમના વિરૂધ્ધ ઠાસરા કોર્ટમાં દાવા અરજી તથા મનાઈ અરજી માટે દાવો દાખલ કરેલ જેથી દાવાવાળી મિલ્કતો તથા દાવાવાળી જમીનોની યથાવત પરિસ્થિતિ દાવાના આખરી નિકાલ સુધી જાળવી રાખવી તેવો હુકમ ફરમાવવામાં અને દાવો કોર્ટમાં ચાલુ હોય તેમ છતા આ બંને ભાઈઓએ સિસોદરા ગામે આવેલ સર્વે નં.૫૮૭ વાળી જમીનમાં આવેલ આંબાના ઝાડવાઓ કાપી નાખી નુકશાન કરેલ જેથી આ કામના ફરીયાદીએ આરોપીઓ વિરૂધ્ધમાં અરજી આપી હોય જેની રીશ અદાવત રાખી ગઈ તા.૧૦/૧૧/૨૦૨૧ ના રોજ સિસોદરા ગામે આ બંનેએ વિજયભાઇને તે કેમ અમારી વિરૂધ્ધ અરજી આપી તેમ કહી ગમે તેમ ગાળૉ બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:25 pm IST)