Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

બાયડના દઠીપુરાની સીમમાંથી મળેલી માતા અને પુત્રની લાશનો ઉકેલાયો ભેદ

પ્રેમી પાસે રોકડા ત્રણ લાખ લઈને ગયેલા માતા-પુત્રની હત્યા બે ઝડપાયા:પરિણીત મહિલા પુત્ર સાથે પ્રેમી પાસે ગઈ

બાયડ તાલુકાના સાઠંબા વિસ્તારના હઠીપુરા ગામની સીમ માંથી 23 નવેંબરના દિવસે એક માતા અને પુત્રની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી ત્યારે પોલીસે આ અંગે કાર્યવાહી ગુનાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કરી હત્યા કરનાર બે શખ્સોને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

 બાયડ તાલુકાના સાઠંબા વિસ્તારના હઠીપુરા ગામની સીમ માંથી 23 નવેંબરના દિવસે એક માતા અને પુત્રની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી ત્યારે સમગ્ર મામલે સાઠંબા પોલીસે ગુનો નોંધી ગુનાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે આ ગુના અંગે એલસીબી પોલીસને તપાસ આપવામાં આવી હતી ત્યારે એલસીબી પોલીસે આ ગુનામાં સામેલ બે હત્યારાઓને ઝડપી પાડતા સમગ્ર ગુનાનો ભેદ ખુલ્યો છે

આ ગુનામાં મૃતક મહિલા જમનાબેન રેશમાભાઈ ગામીત અને બાળક આલોક તાપી જિલ્લાના ખેરવાણ ગામના હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર ગુનામાં પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે મૃતક મહિલાના સુરેશભાઈ રાઘવભાઈ મેર સાથે પ્રેમ સબંધ હોવાને કારણે મહિલા તેના પતિને છોડી તેના છોકરાને લઇ પ્રેમી સુરેશભાઈ સાથે રહેવા ત્રણ લાખ લઇ નીકળી ગઈ હતી. ત્યારે તેનો પ્રેમી સુરેશભાઈ પણ તેના મિત્ર ગાંડુભાઇ સાથે સુરતથી બસમાં બેસી ડાકોર અને ત્યાંથી હઠીપુરા પહોચ્યો  હતા અને મહિલા અને તેના પુત્રને દોરડા વડે ગળે ટુંપો દઈ હતા કરી રોકડ રકમ અને મહિલાના દાગીના લઇ નાસી છૂટયા હતા

મહિલા અને તેના બાળકની હત્યા કરનાર બંને આરોપીઓએ ટીવી સિરિયલ જોઈ પ્રેરણા મેળવી હતી અને સમગ્ર હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો ત્યારે પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી બંને હત્યારાઓને ઝડપી પાડી હત્યારાઓ પાસેથી રોકડ રકમ તેમજ  હત્યામાં વપરાયેલ દોરડું સહિતનો મુદ્દામાલ  કબજે  લઇ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

(12:01 am IST)