Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

ગુજરાત સહિત ૮ રાજયોમાં ઠંડી અને વરસાદની આગાહી

૧ ડીસેમ્‍બર સુધીમાં દક્ષિણ ભારતમાં વરસાદ તેમજ ઉત્તર ભારતમાં ઠંઠી હાજા ગગળાવશે

નવી દિલ્હી: જ્યાં સુધી ઉત્તર ભારત માં ઠંડી શરૂ થઇ ગઇ છે તો બીજી તરફ દક્ષિણ ભારત માં વરસાદ નો કહેર સતતત વધી રહ્યો છે. હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે કે 1 ડિસેમ્બર સુધી ભારતના 8 રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ થઇ શકે છે.

ભારત હવામાન વિભાગના અનુસાર તમિલનાડુ , પોડેંચેરી , કેરલ4 આંધ્ર પ્રદેશ અને લક્ષદ્રીપમાં 1 ડિસેમ્બર સુધી મધ્યમથી ભારે વરસાદના અણસાર છે. જોકે કોમોરિન ક્ષેત્ર અને શ્રીલંકા ના સમુદ્રી તટની પાસે એક ચક્રવાત  છે અને અત્યારે ઉત્તર-પૂર્વી હવા પણ ચાલી રહી છે. તેના લીધે વરસાદ આ રાજ્યોમાં અસર બતાવી શકે છે. આ ઉપરાંત 29 નવેમ્બરના રોજ અરબ સાગરમા6 પણ ચક્રવાત ઉત્પન્ન થઇ શકે છે, જેથી ગુજરાત  ગોવા  અને મહારાષ્ટ્ર માં વરસાદ થઇ શકે છે.

તમને જણાવી દઇએ કે શનિવારે પણ તમિલનાડુના ઘણા જિલ્લામાં વરસાદ થયો, જેમાં ચેગલપટ્ટુ, કુડ્ડુલોર, થિરૂવલ્લૂર, કાંચીપુરમ, ચેન્નઇ, કરઇકલ, અને મઇલાદુથુદરઇ સામેલ છે કે વરસાદના લીધે અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે.

અત્રે ઉલ્લખેનીય છે કે વરસાદના લીધે તમિલનાડુ અને કેરલમાં પૂર જેવી સ્થિતિ છે. લોકોને ઘરથી નિકળતી વખતે ખૂબ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે પણ કહ્યું કે ખૂબ જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નિકળો.

(11:56 am IST)