Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

ગાંધીનગર સચિવાલયના મહિલા કર્મચારીની કેનેડા સ્‍થિત પતિ સાસરીયા સામે ફરીયાદ

પતિ વાંરવાર સંબંધોને લઇને ઇમેઇલ કરતા ચાંદખેડા પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ

અમદાવાદ: સચિવાલયમાં આસિસ્ટન્ટ એન્જીનીયર તરીકે નોકરી કરતી મહિલાને તેના પતિ સહિત સાસરીયાઓ ત્રાસ આપતા તેમણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે.

સાસુએ 15 તોલા સોનુ પડાવી લીધું હતું. તો બીજી બાજુ પતિને કેનેડા મોકલવા લાખોના રૂપિયા પણ વાપરી નાખ્યા હતા. દરમિયાન મહિલાની માતાને કોરોના થતા સાસુએ એ તો ઉંમર લાયક છે જે થવાનું હશે તે થશે તેમ કહીને ઝઘડો કરી ત્રાસ આપતા હતા. કેનેડા ગયેલા પતિએ ઇમેઇલ થી પત્ની સાથે સબંધ પૂર્ણ થઈ ગયાનું જણાવ્યું હતું. 2

ઉત્તરાખંડની મૂળ વતની અને હાલ ચાંદખેડામાં રહેતી 30 વર્ષીય પરિણીતા નવા સચિવાલયના એક વિભાગમાં આસિસ્ટન્ટ એન્જીનીયર તરીકે નોકરી કરે છે. પરિણીતા અગાઉ ગાંધીનગરની એક યુનિવર્સીમાં પ્રોફેસર તરીકે નોકરી કરતી હતી ત્યારે સાથી પ્રોફેસર સાથે તેને પ્રેમ થઈ જતા વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પરિણીતા ગાંધીનગર સાસરે રહેવા આવી ગઈ હતી.

જો કે દોઢ માસ જેટલું સારી રીતે રાખ્યા બાદ સાસરિયાઓએ ખાવાનુ બનાવતા આવડતું નથી, તારા બાપે કંઈ શીખવાડ્યું નથી, તેવા મેણા મારતા હતા. જેથી પરિણીતાએ આ વાતની જાણ પતિને કરી તો તે પણ ઝઘડો કરતો હતો. આ દરમિયાન પરિણીતાનો પતિ અભ્યાસ માટે કેનેડા ગયો હતો ત્યારે 6 લાખ રૂપિયા પરિણીતાએ આપ્યા હતા. બીજી બાજુ પરિણીતા પણ એક વર્ષની રજા લઈને પતિને મળવા માટે કેનેડા ગઈ હતી. પરંતુ સાસુએ તેને પરત બોલાવી લેતા ટુંક જ સમયમાં પરત ફરવું પડયુ હતું.

ત્યારે પરિણીતાની માતાને કોરોના થતા સાસરિયાઓ એઉંમર લાયક છે તેનું જે થવાનું હશે એ થશે હવેકહીને પરિણીતાને હવે કેનેડા ન જવાનું કહી, છૂટાછેડા અપાવા દબાણ કરી ત્રાસ આપતા હતા. વર્ષ 2020 આસપાસ પરિણીતાના પતિએ સ્ટોક માર્કેટમાં દેવું થઈ જતા તેમાં પણ 2 લાખની મદદ કરી હતી. પરિણીતાએ કેનેડા જવા તમામ તૈયારી કરી પણ પતિએ કોઈ તૈયારી ન કરી અને મેઈલમાં આપણો સબંધ પૂરો થઈ ગયો છે. તેમ કહી દેતા પરિણીતા પિયરમાં રહેવા ચાલી આવી હતી.

(11:58 am IST)