Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

ગાંધીનગરના ભાટ ગામે કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્‍તે અમુલના વિવિધ પ્રોજેકટોનો પ્રારંભ

નવો દૂધ પાઉડર પ્લાન્ટ એશિયાની સૌથી મોટી સંપૂર્ણ ઓટોમેટિક અમૂલફેડ ડેરી ખાતે સ્થાપવામાં આવ્યો

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ ગાંધીનગરના ભાટ ગામે અમૂલ ના વિવિધ 415 કરોડના 4 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. તેમણે અમૂલ ફેડરેશનના નવા મિલ્ક પાઉડર અને પોલિ ફિલ્મ પ્લાન્ટ્સ, નવા બટર ઉત્પાદન પ્લાન્ટ, અત્યાધુનિક વેરહાઉસિંગ અને નવી રોબોટિક હાઇટેક વેરહાઉસિંગ સુવિધાનું પણ ઉદ્ઘાટન કર્યું.નવો દૂધ પાઉડર પ્લાન્ટ એશિયાની સૌથી મોટી સંપૂર્ણ ઓટોમેટિક અમૂલફેડ ડેરી ખાતે સ્થાપવામાં આવ્યો છે.

જે GCMMFનું એકમ છે અને તેની મિલ્ક હેન્ડલિંગ ક્ષમતા દૈનિક 50 લાખ લીટરની છે.

આ નવો પ્લાન્ટ 24 કલાક કાર્યરત રહે તે માટે 257 કરોડના રોકાણથી બનાવવામાં આવ્યો છે.બે વર્ષના સમયગાળામાં તૈયાર થયેલો આ પ્લાન્ટ અત્યંત ઊર્જા-કાર્યક્ષમ ટેકનોલોજીથી સુસજ્જ છે.તેમાં ઉત્સર્જનની માત્રા લગભગ નહિવત હશે.પ્લાન્ટમાં પાણીના પુનઃવપરાશની વ્યવસ્થા છે.જેથી ભૂગર્ભ જળના વપરાશમાં ઘટાડો થશે.ઉપરાંત આ પ્લાન્ટ વૈશ્વિક ખાદ્ય સુરક્ષા ધોરણોની જરૂરિયાતોને પુરી કરશે.નવીનતમ પેકિંગ લાઇનો છે તેમજ જથ્થાબંધ પેકિંગ લાઇન્સનું સંપૂર્ણ ઓટોમેટિક સંચાલન થશે.

(1:16 pm IST)