Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લાની કારોબારી ઉમિયા કેમ્પસ સોલા ખાતે યોજાઇ

ભારતીય જનતાપાર્ટી સેવા અને સમર્પણના ભાવ સાથે લોકો ની વચ્ચે છે - આરોગ્ય અને પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ : કાર્યકર્તાઓને મળવા હું જિલ્લાના તમામ શક્તિ કેન્દ્રો નો પ્રવાસ કરીશ ,બુથ કાર્યકર્તા ઓ ને મળીશ -જિલ્લા અધ્યક્ષ હર્ષદગીરી ગોસાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :  અમદાવાદ જિલ્લા ભાજપ ની કારોબારી ઉમિયા કેમ્પસ સોલા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ  હર્ષદગીરી ગોસાઈ ની અધ્યક્ષતામાં યોજાયેલ, જેમાં જિલ્લા ભાજપ કારોબારીના સૌ સભ્યો હાજર રહ્યા હતા. કારોબારી ની શરૂઆત દિવ્ય પ્રાગટ્ય અને વંદે માતરમ્ ના ગાન અને સ્વાગત વિધિ સાથે થઈ હતી .કારોબારી ના અધ્યક્ષ સ્થાને થી બોલતા હર્ષદગિરિ ગોસાઈ એ જિલ્લાના તમામ 245 શક્તિ કેન્દ્રો ની મુલાકાત નો સંકલ્પ લઈ બુથ કાર્યકર્તા ને મળવાનો સંકલ્પ લીધો હતો સાથે સાથે જિલ્લાની તમામ 6 વિધાનસભા બેઠકો ભારે બહુમતી થી જીતી નરેન્દ્ર ભાઈ અને અમિતભાઈ ની ભારતને વિશ્વગુરુ  બનાંવવા ના યજ્ઞ ની મેહનતમાં આ 6 કમળ ખીલશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો .

    પ્રભારી મંત્રી  વર્ષાબેન દોશી એ  કારોબારી ને સંબોધતા કહ્યું હતું કે આપણે મહિલાઓ યુવાનો અને છેવાડા ના માણસ સુધી રાજ્ય અને કેન્દ્ર સરકાર ની યોજનાઓ પહોંચાડી લોક માનસ માં આપણl માટે નો વિશ્વાસ મજબૂત કરી એ.
   રાજ્ય સરકાર ના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી  ઋષિકેશ ભાઈ પટેલ એ કારોબારી માં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કાર્યકર્તા લોકોની વચ્ચે સેવા અને સમર્પણ ની ભાવના અને ખેવના સાથે છે , આપણા સૌ ના માટે ગુજરાતને કોરોના મુક્ત રાખવા રસી કારણ માટે ઘર ઘર દસ્તક દઈ સેવા કરવાનો આ અવસર છે .. આરોગ્ય વિષયક પાંચ મહત્વની બીમારી માટે "નિરામય ગુજરાત "દ્વારા રાજ્યના 3  કરોડથી વધુ લોકો સુધી આરોગ્ય સુવિધા પહોંચાડવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના સંકલ્પ ને તેમણે દોહરાવ્યો હતો .પાણી ,વીજળી ,રોડ, અન્ન અને હવે આરોગ્ય ને આપણે જન જન સુધી પહોચાડી દીધું છે અને એમાં ઉતરોતર પ્રગતિ માટે સૌ કાર્યકરો ના સાથ ની અપેક્ષા વ્યક્ત કરી હતી .
પૂર્વ મંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ જણાવ્યું હતું કે કાર્યકરતાઓ આપણું ચાલક બળ છે .અને પ્રજા કલ્યાણ એ આપણો "ઉદ્દેશ લક્ષ અને ભાવના "છે . તેઓ એ " સેવા સમર્પણ અને સમરસતા" પર કારોબારી  ને માર્ગદર્શન આપ્યું હતું .
આ કારોબારી માં રાજકીય પ્રસ્તાવ મહામંત્રી  સુરેશભાઈ પટેલ રજૂ કર્યો હતો ,જેને મહામંત્રી મયુરભાઈ ડાભી એ અનુમોદન આપ્યું હતું . હર ઘર દસ્તક નું માર્ગદર્શન મહામંત્રી  નવદીપ સિંહડોડિયા એ આપ્યું હતું.

(4:51 pm IST)