Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

ગાંધીનગર મહાનગરપાલિકાની વેબસાઈટ થઇ હેક : તૂર્કી ભાષામાં લખ્યું :તુર્કી કે મિત્ર બનો શત્રુ મત બનો.

તુર્કી ભાષામાં લખાણ લખીને ચેતવણી આપી કે તમને આયીલડીઝ ટીમ આંતરરાષ્ટ્રીય ટીમ’ દ્વારા હેક કરવામાં આવ્યા છે. જુલમ સે અબ તક છૂટ ચૂકે લોગો કા ભવિષ્ય ભયાનક હોગા

ગાંધીનગર મહાનગરપાલિકાની વેબસાઈટ હેક કરવામા આવતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી છે. મહાનગરપાલિકાની વેબસાઈટને હેક કરીને તેના પર તુર્કી ભાષામાં લખાણ લખવામા આવ્યું છે. જોકે, વેબસાઈટ હેક થતા અધિકારીઓ દોડતા થયા હતા.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ હેક કરવામા આવી છે. સાથે જ હેકર્સ દ્વારા વેબસાઈટ પર મૂકાયેલ તુર્કી ભાષાનું લખાણ સૌથી વધુ ચર્ચા જગાવે તેવુ છે. ત્યારે આખરે કોણે આ વેબસાઈટ હેક કરી એક મોટો સવાલ ઉભો થયો છે. આ વેબસાઈટ હેકર્સ દ્વારા હેક કરવામાં આવી છે અને તેના પર તુર્કી ભાષામાં લખવામાં આવ્યુ છે કે, તમને આયીલડીઝ ટીમ આંતરરાષ્ટ્રીય ટીમ’ દ્વારા હેક કરવામાં આવ્યા છે. જુલમ સે અબ તક છૂટ ચૂકે લોગો કા ભવિષ્ય ભયાનક હોગા, તુર્કી કે મિત્ર બનો શત્રુ મત બનો.

સાથે જ તુર્કી ભાષામાં લખાણ લખીને ચેતવણી પણ આપવામાં આવી છે. ઈન્ટરનેશનલ ફોર્સ યુનિટ કમાન્ડ યુનિટના નામે આ મેસેજ લખવામા આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી તમામ માહિતી હેકર્સે હટાવી દીધી છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા સાયબર એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

 

(5:27 pm IST)