Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

રિલીફ રોડ પર કોમ્પલેક્સમાં ભયંકર આગ : છ દુકાનો ચપેટમાં: 68 ફાયર સ્ટાફનો કાફલો ઘટનાસ્થળે પહોંચી

ફાયર કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી 45 મિનિટની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી

અમદાવાદના રિલીફ રોડ પર એક કોમ્પલેક્ષમાં ભયાનક આગ ફાટી નીકળ્તા છ દુકાનો ચપેટમાં આવી ગઈ હતી. આ બનાવની જાણ ફાયરને થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી 45 મિનિટની ભારે જહેમત બાદ આ આગને કાબૂમાં લીધી હતી.

આજે બપોરે રિલીફ રોડ પર આવેલા આકાર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં રેડીમેઈડ ગારમેન્ટ બનાવતી દુકાનમાં આગ લાગી હતી. આગ લાગતા જ થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને કોમ્પ્લેક્સના ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી. આગને કારણે અફરાતફરી સર્જાઈ હતી. આગને પગલે 6 ફાયર ફાઇટર, 1 હાઇડ્રોલીક મશીન અને 2 એમ્બ્યુલન્સ સાથે ફાયરના ઉચ્ચ અધિકારીઓ સહિત 68 ફાયર સ્ટાફનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

45 મિનિટમાં આગ કાબુમાં આવી ગઈ હતી. હાલમાં ઘટનાસ્થળે કુલીગની કામગીરી થઈ રહી છે. આગને પગલે રિલીફ રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. એક કલાક માટે રોડ બન્ધ કરી દેવાની ફરજ પડી હતી. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી

 

(5:34 pm IST)