Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

મેમનગર ગુરુકુલમાં વચનામૃત જયંતીના દિને ત્રિવિધ કાર્યક્રમ વચનામૃત જયંતી, ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ અન્નકૂટોત્સવ

અન્નકુટનો પ્રસાદ ગરીબોમાં વહેંચવામાં આવ્યો

        અમદાવાદ તા.૨૭ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે શ્રી ઘનશ્યામ મહારાજનો ૨૭મો પાટોત્સવ આનંદસભર ઉજવાયો હતો. વચનામૃત ગ્રન્થનું પૂજન અને આરતિ ઉતારી હતી અને પુરાણી બાલકૃષ્ણસ્વામીએ વચનામૃતનો મહિમા સમજાવતા જણાવ્યું હતુ કે સ્વામિનારાયણના વચનામૃતો છે સર્વ ગ્રન્થોમાં શિરમોડ છે. જેમાં તમામ શાસ્ત્રોનો સાર છે.

        ચાર મહાન સદગુરુ સંતોએ આ હસ્તલિખિત ખરડાઓનું સંકલન કરી, અજોડ વચનામૃત ગ્રન્થનું સંકલન કર્યું છે. આ વચનામૃત ગ્રન્થ તૈયાર થઇ રહ્યો હતો, ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણે એ ગ્રન્થને જોઇને, વાંચીને ખૂબજ પ્રસન્નતા વ્યકત કરી હતી. આ રીતે આ વચનામૃત ગ્રન્થ ભગવાન શ્રી સ્વામિનારાયણની હાજરીમાં જ તૈયાર થયો છે અને સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રમાણિત કર્યો છેવચનામૃતતો ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી છે.

આ પ્રસંગે ખાસ ઘનશ્યામ મહારાજ સમક્ષ ૧૦૮ વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો હતો. પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અન્નકૂટનો તમામ પ્રસાદ ગરીબોનો વહેંચાયો હતો.

                                                                                

(12:36 pm IST)