Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ગુજરાતમાં પ સૌથી અનોખા મતદાન મથકોઃ કન્‍ટેનર-ટાપુ-જંગલમાં વોટીંગ

ચૂંટણીમાં એક મતનું મૂલ્‍ય શું છે તે ચૂંટણી હારી જતાં નેતાને જ સમજાયઃ જંગલની વચ્‍ચે માત્ર ૧ મતદાર માટે જ ઊભું કરાય છે મતદાન મથક : ૨૧૭ મતદારો માટે શિપિંગ કન્‍ટેનરની અંદર મતદાન મથક ઊભું કરાયું : ટાપુ ઉપર અને ૪૭૫૭ મતદારો માટે મતદાન મથકો ઊભા કરાય છે

રાજકોટ, તા. ર૮ : હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહે છે. જોકે કોઈ પણ ચૂંટણીમાં એક મતનું મૂલ્‍ય શું છે તે ચૂંટણી હારી જતાં નેતાને સમજાય છે. ભારતમાં કેટલાય નેતાઓ અને મહાનુભાવો છે જે એક મતથી જીત્‍યા અને હાર્યા છે. એક મત સત્તા બદલી નાખે. એટલે એક મતથી શું ફરક પડે છે તેવું માનવું ભૂલ ભરેલું છે. એક મતમાં પણ તાકાત રહેલી છે.

આલીયા બેટ મતદાન મથક-ભરૂચ

રૂચ જિલ્લાની અંદર વાગરા બેઠક છે એની અંદર આવે છે આ મતદાન મથક. હવે આ જે મતદાન મથક છે એની અંદર ૧૧૬ પુરુષો છે અને ૧૦૧ મહિલાઓ સાથે ટોટલ ૨૧૭ મતદારો છે. હવે આ ૨૧૭ મતદારોને પહેલા ૮૧ કિલોમીટર સુધી મતદાન કરવા જવું પડતું હતું. પરંતુ હવે ચૂંટણી પંચ દ્વારા એવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે કે, શિપિંગ કન્‍ટેનરની અંદર એક મતદાન મથક ઊભું કરવામાં આવ્‍યું છે. જેની અંદર આ તમામ મતદારો વોટ આપી શકશે.

શિયાળબેટનું મતદાન

મથક-રાજુલા

આ મતદાન મથક એ એક ટાપુ છે અને રાજુલા બેઠક હેઠળ આવે છે. હવે ટાપુ ઉપર જવા માટે માત્ર અને મટર દરિયાઈ માર્ગનો જ ઉપયોગ કરી શકો છો. આ ટાપુ ઉપર મોટા ભાગે માછીમાર પરિવારો રહે છે. હવેઆ ટાપુમાં વોટિંગ કરાવવા માટે થઈને જે ૫૦ લોકોની ટીમ બોટ દ્વારા જાય છે આ ટાપુ ઉપર અને ૪૭૫૭ મતદારો માટે ત્‍યાં મતદાન મથકો ઊભા કરાય છે.

માધુપુર-જાંબુર મતદાન

મથક- ગીર સોમનાથ 

આ મતદાન મથક ગીર સોમનાથ જિલ્લાની તાલાલા બેઠક હેઠળ આવે છે. આ મતદાન મથક એવું છે કે જ્‍યાં તમે જાઓને તો તમને એવું લાગે કે તમે કદાચ કોઈ આફ્રિકાના દેશમાં તો નથી આવી ગયો ને. અહી આફ્રિકન વંશજ ધરાવતા સીદી લોકો રહે છે. એમની માંતે અહી આ મતદાન મથકો ઊભા કરવામાં આવે છે.

રાશપ નેશ લીલીયા- ગીર સોમનાથ

આ મતદાન મથક ગીર સોમનાથની ઉના બેઠક હેઠળ આવે છે. આ એક નાનકડો નેશ છે જે ગિરનાર જંગલની અંદર આવેલો છે. આ નેશની આજુબાજુમાં કોઈ લોકો રેટ નથી. ખાલી આ નેશમાં જેટલા લોકો રહે છે એમને એમનો વોટ આપવાનો અધિકાર મળી રહે એટલા માટે આ મતદાન મથક ઊભું કરવામાં આવ્‍યું છે. અહી કુલ ૨૩ પુરુષો અને ૧૯ મહિલાઓ સાથે માત્ર અને માત્ર ૪૨ વોટર છે.

 બાણેજ મતદાન મથક-ગીર સોમનાથ

આ મતદાન મથક ગીર સોમનાથ જિલ્લાની ઉના બેઠક હેઠળ આવે છે. ગીરના જંગલોનો અંદર બાણેજમાં આવેલ મંદિર અને ત્‍યાં રહે છે મંદિરના પૂજારી હરીદાસજી મહારાજ.  એકમાત્ર વોટર માટે થઈને અહી આમતદાન મથક ઊભું કરવામાં આવ્‍યું છે. અહી ૮ લોકોનો સ્‍ટાફ જાય છે.

(3:35 pm IST)