Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

‘ભાગલા પાડો અને રાજ કરો' કોંગ્રેસની ચાલાકીઃ નરેન્‍દ્રભાઇ મોદી

ભાવનગર જીલ્લાના પાલીતાણામાં જનસભા સંબોધતા વડાપ્રધાનઃ લોકોના સહકારથી ગુજરાતનો નિરંતર વિકલ્‍પ

રાજકોટ, તા., ૨૮: ‘ભાગલા પાડો અને રાજ કરો 'એ કોંગ્રેસની ચાલાકી હતી. તેમ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ભાવનગર જીલ્લાના પાલીતાણા ખાતે યોજાયેલ જાહેરસભામાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા કહયું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ વધુમાં જણાવ્‍યું હતું કે ગઇકાલે સુરત ખાતે લોકોને અદભુત પ્રેમ મળ્‍યો હતો. મારો રોડ શો ન હતો પરંતુ જે રોડ ઉપરથી હું પસાર થવાનો હતો ત્‍યાં અફાટ સુમંદરની જેમ જનસાગર જોવા મળ્‍યો હતો અને તેની વચ્‍ચેથી હુ પસાર થયો હતો.

આ તકે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ વધુમાં કહ્યું કે વિકસિત ગુજરાત નવી ઉંચાઇએ સર કરી રહ્યુ છે. આ માટે લોક ભાગીદારી મહત્‍વની સાબિત થઇ છે. મતદારો ગુજરાતની દરેક સ્‍થિતિ જોઇ રહ્યા છે. દેશને વેરવિખેર કરવાના પણ પ્રયત્‍નો થયા હતાં. પરંતુ સરદાર વલ્લભભાઇ પટેલના પ્રયત્‍નોથી ગુજરાત એક છે.

શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ વધુમાં કહ્યું કે, ભાવનગરના રાજા કૃષ્‍ણકુમારસિંહજીએ ત્‍યાગ અને બલિદાનની ભાવના વ્‍યકત કરતા ગુજરાત આજે પણ પ્રગતિના પંથે છે.

શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ વધુમાં જણાવ્‍યું કે, ગુજરાતના લોકો જાગૃત થયા છે અને એકતાનો રસ્‍તો અપનાવીને સતત વિકાસ થઇ રહ્યો છે.

(4:23 pm IST)