Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ખંભાત તાલુકાના નગરા ગામે 23 વર્ષીય પરિણીતાને લગ્નની લાલચ આપી છેતરપિંડી આચરતા ગુનો દાખલ

આણંદ: ખંભાત તાલુકાના નગરા ગામે રહેતી એક 23 વર્ષીય પરિણીતાના લગ્ન  તા.8-5-2017ના રોજ ખંભાતના યુવક સાથે થયા હતા. જો કે લગ્નના એક વર્ષ પહેલા નગરા ગામે રહેતા સોહેલ આદમભાઈ વ્હોરાએ તેણીને લગ્નનો પ્રસ્તાવ મોકલાવ્યો હતો. પરંતુ સોહેલ તેણીને પસંદ ન હોઈ ના પાડી હતી. દરમ્યાન ખંભાત સાસરીમાં રહેતી પરિણીતાએ એક પુત્રીને પણ જન્મ આપ્યો હતો. તેણી વાર-તહેવારે તેમજ પ્રસંગોપાત નગરા ગામે આવતી હતી ત્યારે સોહેલ સાથે મુલાકાત થતી હતી. આ સમયે સોહેલે તેને મારી સાથે લગ્ન ભલે ન કર્યા પરંતુ ફોન ઉપર વાત તો કર તેમ જણાવી વાત કરવા દબાણ કરતો હતો. જો કે પરિણીતાએ કોઈ મચક ન આપતા સોહેલ અવાર-નવાર ખંભાત જઈ પરિણીતાને મળીને વાત કરવાનું કહેતો હતો. દરમ્યાન પરિણીતાએ જો સોહેલ ખંભાત આવશે અને કોઈ તેઓને વાત કરતા જોઈ જશે તો સંસારમાં આગ લાગશે તેમ માની મોબાઈલ ઉપર વાત કરવાનું ચાલુ કર્યું હતું. ફોન પર થતી વાતો દરમ્યાન સોહેલે તેણીને વશમાં કરી લીધી હતી અને લગ્નની ઓફર કરી હતી. વધુમાં સોહેલે તું પતિ સાથેથી છુટાછેડા લઈ લે અને હુ મારી પત્નીને છુટાછેડા આપી દઈશ તેમ જણાવી વિશ્વાસ જીત્યો હતો. બાદમાં સોહેલે પરિણીતા સાથે મુલાકાત દરમ્યાન બંનેના ફોટા મોબાઈલમાં પાડી લીધા હતા. જો કે સોહેલની પત્નીને આ વાતની જાણ થતા તેણીએ ફોટા વાયરલ કર્યા હતા. જે અંગે કંકાસ થતા પરિણીતાના પતિએ છુટાછેડા આપી દીધા હતા. બાદમાં પરિણીતા સોહેલના ઘરે રહેવા માટે ગઈ હતી અને થોડો સમય વિતાવ્યો હતો.

(5:59 pm IST)