Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

સુરતના ઉંઘના-બમરોલી રોડ નજીક કુરિયરના ગોડાઉનમાં શોર્ટ સર્કીટથી આગ ભભુકતા દોડધામ મચી જવા પામી

સુરત : ઉધના-બમરોલી રોડ પર શનિવારે રાતે કુરીયર-પાર્સલના ગોડાઉનમાં શોર્ટ સરકીટના લીધે આગ ફાટી નીકળતા નાસભાગ મચી ગઇ હતી.

ફાયર બિગ્રેડ પાસેથી મળેલી વિગત મુજબ ઉધના-બમરોલી રોડ પર રાયકા સર્કલ પાસે મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલમાં કુરીયર-પાર્સલના ગોડાઉનમાં શનિવારે રાતે અચાનક આગ ભડકી ઉઠી હતી. જોતજોતામાં આગ ફેલાતા વધુ પ્રમાણમાં ધુમાડો નીકળવા માંડયો હતો. જેના લીધે ત્યાં ભાગદોડ થઇ હતી. આ અંગે ફાયર બિગ્રેડને જાણ થતા મજુરાગેટ અને માનદરવાજા ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયરકાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. અને પાણીનો છંટકાવ શરૃ કર્યો હતો. જોકે, ધુમાડો વધુ નીકળતો હોવાથી એક ફાયર ઓફિસર અને ચાર ફાયર જવાનો ઓક્સિજન માસ્ક પહેરીને આગ બુઝાવવા અંદર ગયા હતા. ફાયર જવાનોએ દોઢથી બે કલાક સુધી જહેમત ઉઠાવતા આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ ઇલેકટ્રીક શોર્ટ સરકટીના કારણે લાગી હોવાની શક્યતા છે. આગના લીધે ૩થી૪ કોમ્પ્યુટર, કુરીયરના વિવિધ પાર્સલ સહિતનો જથ્થો, ફર્નિચર, ઓફિસ, કબાટ, વાયરીંગ સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયુ હતુ. આ બનાવમાં કોઇ ઇજા કે જાનહાનિ થઇ ન હોવાનું ફાયર ઓફિસર જે.જે ઇશરાનીએ કહ્યુ હતું.

(5:59 pm IST)