Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

વડોદરા:જવાહરનગર પોલીસે 6 જુગારીઓને 1.12 લાખથી વધુની મતા સાથે ઝડપી પાડયા

વડોદરા: જવાહર નગર પોલીસે છ જુગારીઓને 1.12 લાખ ઉપરાંતની મત્તા સાથે તથા કારેલીબાગ પોલીસે બે જુગારીઓને રૂ.2180ની મત્તા સાથે ઝડપી પાડી તેમજ બે શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.. 

 જવાહરનગર પોલીસ મથકના જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, પાયલ સોસાયટીની પ્રથમ ગલીના મકાનમાં ત્રીજા માળે જુગાર ચાલી રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં રાજુસિંગ મનોહરસિંગ (બાજવા), દીપકકુમાર અશોકસિંગ( કરોડીયા /મૂળ- બિહાર), ટારસન ચંદ્રશેખરસિંગ (ઊંડેરા ), ધીરજસિંગ ચંદ્રશેખર (ઉંડેરા) ,અભિમન્યુસિંગ રામનંદનસિંગ (ઉંડેરા/ મૂળ રહે- બિહાર ) અને હસામુદ્દીન મૈનુદ્દીન અન્સારી (બાજવા)નો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન પોલીસે અંગજડતીના રૂ. 7200, જમીન દાવના રૂ. 4600, છ નંગ મોબાઈલ ફોન , ત્રણ ટુવહિલર વાહનો અને પાના પત્તા સહિત કુલ રૂ. 1,12,800નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી. જ્યારે બીજા બનાવમાં કારેલીબાગ  પોલીસ મથકના જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, કાસમઆલા મસ્જિદ રાજકમલ દુકાન પાસે કેટલાક લોકો કોકરી દાણાનો જુગાર રમે છે. જેના આધારે પોલીસે દરોડો પાડી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં ઈકબાલહુસેન ગુલામહુસેન સિંધી ( મુની એપાર્ટમેન્ટ ,કાસમાઆલા મસ્જિદની પાછળ), અબ્દુલકરીમ ગુલામમોહમ્મદ મલેક ( લાલજીકુઈ ,નાગરવાડા )નો સમાવેશ થાય છે. જ્યારે યાકુબ અલિમીયા હાલા , રઈશ કાસમભાઇ હાલા ( બન્ને રહે - મુની એપાર્ટમેન્ટ, કાસઆમાલા મસ્જિદ પાછળ) ને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. દરોડા દરમિયાન પોલીસે રોકડા રૂપિયા ,મોબાઇલ ફોન તથા કુકરી સહિત  રૂ.2180નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી.

(6:00 pm IST)