Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

સુરતમાં આપની સભામાં રજૂ કરેલા પ્રશ્નોમાં ભાજપ-ભાજપ લખ્યું: ગોપાલ ઇટાલિયાએ કહ્યું 15 લાખ મળી ગયા લાગે છે

મારા ખાતામાં 15 લાખ આવી જશે તો હું પણ ભાજપ-ભાજપ કરીશ-ગોપાલ ઇટાલિયા : કેજરીવાલે હીરાના કારખાના પહોંચ્યા હતા અને હીરાના વેપારીઓ સાથે સંવાદ કર્યો

સુરત :આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલજી અત્યારે ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે અરવિંદ કેજરીવાલે સુરતમાં ટેક્સટાઈલના વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો અને તેમની સમસ્યા જાણીને તેને દૂર કરવાનો વાયદો આપ્યો હતો. અરવિંદ કેજરીવાલે હીરાના કારખાના પહોંચ્યા હતા અને હીરાના વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. કારખાનામાં અરવિંદ કેજરીવાલે હીરા વેપારી અને ત્યાં કામ કરતા રત્નકાર સાથે પણ વાતચીત કરી હતી અને તેમની સમસ્યાઓ જાણી હતી. હીરાની પરખ કઈ રીતે કરવી, તેને કેવી રીતે હીરો કાપવો, ઘસવાનો તેની જાણકારી પણ અરવિંદ કેજરીવાલે મેળવી હતી.

લોકો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો ગોપાલ ઇટાલિયાએ લોકોની સમક્ષ વાંચ્યા હતા. આ પ્રશ્વોમાં લોકોએ હિરાને લગતી સમસ્યાઓ રજૂ કરી હતી. પરંતુ એક ચિઠ્ઠી એવી આવી જે કે જોઇને ગોપાલ ઇટાલિયા પણ વિચારતા થઇ ગયા..એ ચિઠ્ઠીમાં લખ્યુ હતુ ભાજપ...ભાજપ....ભાજપ..ગોપાલ ઇટાલિયાએ આ ચિઠ્ઠી વાંચીને કહ્યુ આ કોણ છે જેને ખાતામાં 15 લાખ રૂપિયા આવી ગયા લાગે છે.મફતમાં કોણ માળા ફેરવે? મને લાગે છે આ 15 લાખ વાળી જ વ્યક્તિ છે. જો મારા ખાતામાં આવી જશે તો હુ પણ બોલીશ..નામ લેવામાં ક્યાં વાંધો છે.પરંતુ મફતમાં માળા ન ફેરવાય.

 

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હીરાના વેપારીઓ અને હીરા કામદારોને સંબોધતા કહ્યું કે ,આજે અહીં મોટી સંખ્યામાં હીરાના વેપારીઓ અને હીરા કામદારો હાજર છે. હું તમને સૌને કહેવા માંગુ છું કે તમે માત્ર દેશનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું ગૌરવ છો. આખા વિશ્વના એક તૃતીયાંશ હીરા સુરતમાંથી તૈયાર થઇને એક્સપોર્ટ થાય છે. તમે લોકો હીરા બનાવો છો, પરંતું મારી નજરમાં તમે સૌ લોકો હીરા છો. હમણાં મેં સાંભળ્યું છે કે સરકાર પાસે કામ કરાવવામાં તમને સૌને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ કોઈ મુશ્કેલીઓ ન હોવી જોઈએ, કારણ કે મારા મતે સુરતના હીરા વેપારીઓ અને રત્નકારોને ભારત રત્નથી સન્માનિત કરવા જોઈએ. તમે દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન આપી રહ્યા છો અને દેશ માટે આટલું મોટું કામ કરી રહ્યા છો.

 આજે સુરતનો હીરા વિશ્વભરમાં પ્રખ્યાત છે. હું કોઈ નેતા નથી, મને છટાદાર ભાષણો આપવાનું નથી આવડતું. હું પણ તમારી જેમ વેપારી પરિવારમાંથી આવું છું. મારા દાદાની એક કપાસની મિલ અને એક દુકાન હતી. મારા નાનાજીની એક દુકાન હતી. વેપારી કામ કરતી વખતે ઘણી મુશ્કેલીમાંથી પસાર થાય છે. વેપારી 24 કલાક લોહી-પરસેવા એક કરીને પોતાનો વેપાર કરે છે, સરકારને ટેક્સ આપે છે, પોતાનાં પત્ની અને બાળકોનું ભરણપોષણ કરે છે, દાન પુણ્યનું કામ કરે છે, મંદિરોને પૈસા આપે છે અને સેવાનું કામ કરે છે. તે છતાં સિસ્ટમ તેમને દબાવવા અને કચડવામાં લાગેલું રહે છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે આ ચૂંટણી પ્રચાર દરમ્યાન આમ આદમી પાર્ટીના નેતાઓ જાય ત્યાં મોદી-મોદીના કે ભાજપ-ભાજપના નારા લાગે છે તો વળી ગઇ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં કેજરીવાલ-કેજરીવાલના નારા લાગ્યા હતા.

(7:33 pm IST)