Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

વડાપ્રધાન મોદી 1 અને 2 ડિસેમ્બરે ફરીવાર આવશે ગુજરાત :જંગી સભા યોજી ઝંઝાવાતી પ્રચાર કરશે

કાલોલ, છોટાઉદેપુર અને હિંમતનગરમાં જંગી સભા યોજશે :2 ડિસેમ્બરે દિયોદર,પાટણ અને સોજીત્રામાં જાહેર સભા કરશે : અમદાવાદમાં પણ 2 ડિસેમ્બરે ભવ્ય રોડ શો અને જાહેર સભા

અમદાવાદ :  વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી 1 અને 2 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરીવાર ગુજરાત પ્રવાસે આવશે. 1 ડિસેમ્બરે કાલોલ, છોટાઉદેપુર અને હિંમતનગરમાં પીએમ મોદી જંગી સભા યોજી ઝંઝાવાતી પ્રચાર કરશે, જયારે 2 ડિસેમ્બરે દિયોદર,પાટણ અને સોજીત્રામાં પીએમ મોદી જાહેર સભા કરી પ્રચંડ પ્રચાર કરશે. અમદાવાદમાં પણ 2 ડિસેમ્બરે પીએમ મોદીના ભવ્ય રોડ શો અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

 અત્રે  ઉલ્લેખનીય છે કે 1 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં 20 જિલ્લાઓમાં પ્રથમ તબક્કાની 89 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે.

 

(8:42 pm IST)