Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

નાંદોદ વિધાનસભા બેઠકનો જંગ અપક્ષ ઉમેદવારના કારણે રોમાંચક બન્યો - હર્ષદ વસાવાએ યોજ્યો ભવ્ય રોડ શો

-રાજપીપળા ના ઇતિહાસમાં અપક્ષ ઉમેદવાર જીતે એવો રેકોર્ડ હર્ષદ વસાવા તોડસે: નાંદોદ વિધાનસભા બેઠકનો જંગ અપક્ષ ઉમેદવારના કારણે રોમાંચક બન્યો - હર્ષદ વસાવાએ યોજ્યો રોડ શો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીનો પ્રથમ તબક્કાનો પ્રચાર અંતિમ તબક્કે પહોંચ્યો છે,ત્યારે નાંદોદ બેઠક પરથી ભાજપમાંથી ટિકિટ નહીં મળતા 2 ટર્મ સુધી ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ અને તત્કાલીન પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ હર્ષદ વસાવાએ ભાજપ સામે.બળવો કરી ને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા ભાજપ-કોંગ્રેસ બંને પક્ષે ખળભળાટ મચ્યો હતો અને ભાજપમાં તો રીતસરનો સોંપો પડી ગયો હતો.

નાંદોદ વિધાન સભામાં મજબૂત પકડ ધરાવતા હર્ષદ વસાવાને સમજાવી પોતાની ઉમેદવારી પરત ખેંચવા માટે ભાજપના રાષ્ટ્રીય અને રાજ્યના નેતાઓ કે જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ અનેક વાર સમજાવટ કરી હોવા છતાં પણ તેઓએ પોતાની ઉમેદવારી પરત ન ખેંચતા હવે ચૂંટણીનો આખો જંગ રોમાંચક બનવાની સાથે હવે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેનો જંગ બન્યો છે.
આજે હર્ષદ વસાવાએ રાજપીપલા શહેરના હરસિધ્ધિ મંદિરથી દોલત બજાર સુધી વિશાળ જનમેદની વચ્ચે અને પોતાના સમર્થકો સાથે રોડ શો યોજ્યો હતો. રોડ શોની સફળતા જોતા બંને મુખ્ય પક્ષોમાં ચિંતા પ્રસરી છે.મતોના ના ગણતરી બતાવી અપક્ષ ઉમેદવાર તરીકે 50 હજાર મતોના લીડથી જીતવાની શક્યતાઓ બતાવી જીતીને કાર્યકરો કહેશે એમ વિપક્ષમાં બેસવા કે તો વિપક્ષ માં અને સત્તામાં બેસવા કે તો સત્તામાં બેસીસ આ મારી જીત મારી નથી મારા કાર્યકરો છે ની વાત કરી હતી

(12:03 am IST)