Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

મોડાસા તાલુકાના ગાજણ ગામની સીમમાં 17 વર્ષીય સગીર તળાવમાં ડૂબી જતા મોતને ભેટ્યો:પરિવારના માથે આભ ફાટ્યું

મોડાસા:તાલુકાના ગાજણ ગામની સીમમાં આવેલ ગઢોલા તળાવમાં ૧૭ વર્ષિય સગીર ડૂબી જતાં મોતને ભેટયો હતો.પંથકના મરડીયા હાઈસ્કુલનો છાત્ર અને ચારણવાડા ગામનો સગીર તળાવ કિનારે શૌચક્રિયાએ ગયો હોવાનું અને પગ લપસી જતાં તળાવના પાણીમાં ડૂબી જતાં મોતને ભેટયો  હોવાનું જણાયુું છે. મોડાસા રૂરલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાલુકાના ચારણવાડા ગામનો ૧૭ વર્ષિય સગીર ગત મંગળવારની સાંજે ગાજણ ગામની સીમમાં આવેલા ગઢોલા તળાવ પાસેથી પસાર થઈ રહયો હતો. સગીર તળાવ કિનારે શૌચક્રિયા જતાં અને પાણી લેવા તળાવ કિનારે જતાં અચાનક સગીરનો પગ લપસ્યો હતો અને તળાવમાં ડૂબ્યો હતો.તળાવના પાણીમાં ડૂબી વધુ પડતું પાણી પી જતાં શ્વાસ ગુંગળાઈ જવાથી સગીરનું અંતે મોત નીપજયું હતું.સ્થાનિક તરવૈયાઓ ઓએ મોડી સાંજે તળાવમાંથી ૧૭ વર્ષિય સગીરની લાશ બહાર કાઢી પોલીસને હવાલે કરી હતી.

(4:44 pm IST)