Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરોએ સ્ટાઈપેન્ડ વધારવાની માંગ સાથે આજે કોવિડ હોસ્પિટલ બાહર ભેગા થઇ વિરોધ વ્યકત કર્યો

સુરત, શહેરમાં એક તરફ કોરોનાની હાહાકાર એટલી હદે વધી ગઈ છે આવી કપરી પરિસ્થતિ વચ્ચે નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરોએ સ્ટાઈપેન્ડ વધારવાની માંગ સાથે આજે કોવિડ હોસ્પિટલ બાહર ભેગા થઇ વિરોધ વ્યકત કર્યો હતો

 . સૂત્રો પાસેથી મળતી માહિતી નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરો આજે સવારે કોવીડ હોસ્પિટલ બિલ્ડીંગ બાહર ભેગા થઇ ગયા હતા અને પોતાનો વિરોધ વ્યક્ત કરવાની સાથે જણાવ્યું હતું કે સ્ટાઈપેન્ડ વધારવાની માંગ સાથે સુરત ગવર્મેન્ટ મેડિકલ કોલેજના ડિનને રજુઆત કરી હતી જેમાં ઉલ્લેખ કર્યો હતો કે દર ત્રણ વર્ષે રેસિડેન્ટ ડોકટર્સનું નિયત કરેલ જોગવાય અનુસાર સ્ટાઈપેન્ડ વધારવામાં આવેલ છે

(11:45 pm IST)