Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

૪૮ કલાકમાં આટલા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી

વડોદરા, વલસાડ, ડાંગ, દાહોદ, મહિસાગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં આગામી ૪૮ કલાકમાં હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉતર પશ્ચિમ રાજસ્થાનથી લઈને ઉતર પૂર્વ મધ્ય પ્રદેશ સુધીના વિસ્તારમાં એક ટફ પસાર થઈ રહી છે. તો સાથોસાથ દરિયાઈ સપાટીથી એક કિલોમીટરની ઉંચાઈએ સાયકલોનિક સરક્યુલેશન સર્જાયુ છે. વાતાવરણમાં ફેરફાર કરનાર આ બે પરિબળોને કારણે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

(11:44 am IST)