Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

નર્મદા પોલીસ જવાનના પુત્ર વૈભવ વાઘે ખેલ મહાકુંભમાં સતત ત્રીજી વખત રાજ્ય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા પોલીસ જવાનના પુત્રએ સતત ત્રીજી વખત ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે.હાલમાં જ વડોદરા જિલ્લાના મોટા ફોફડીયા ખાતે ખેલ મહાકુંભ 2022 યોજાઈ ગયો હતો.જેમાં નર્મદા એલ.સી.બી પોલીસમાં ફરજ બજાવતા સતીશ વાઘના પુત્ર વૈભવ વાઘે વડિયા ગામના બીપીનચંદ્ર વસાવાના માર્ગદર્શન હેઠળ ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા સંચાલિત આદિવાસી વ્યાયામ શાળામાં કોચિંગ લઈ સતત ત્રીજી વખત રાજ્યકક્ષાની જીમનાસ્ટિકસ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી નર્મદા પોલીસ, નવદુર્ગા સ્કૂલ તથા જિલ્લાનું નામ રોશન કરી ખેલાડી તરીકે અન્ય ખેલાડીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

(11:29 pm IST)