Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

પંચમહાલ જિલ્લામાં શ્વેતક્રાંતિનો લક્ષ્ય: અમિત શાહ

ગોધરા ખાતે પંચામૃત ડેરીનાં વિવિધ પ્રકલ્પો તેમજ પંચમહાલ જિલ્લા સહકારી બેંકના નવનિર્મિત મુખ્ય કાર્યાલયનું કેન્દ્રીય પ્રધાનનાં હસ્તે લોકાર્પણ

ગોધરા: આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસી છે ત્યારે આજે અમિત શાહ એ ગોધરા ખાતે પંચામૃત ડેરીના ઓક્સિજન પ્લાન્ટ તેમજ પંચમહાલ જિલ્લા સહકારી બેંકના નવનિર્મિત મુખ્ય કાર્યાલય લોકાર્પણ પ્રસંગે સંબોધનમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ જે સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે તેના કારણે પાંચ વર્ષની અંદર સહકારિતા ક્ષેત્રમાં દેશમાં ખૂબ મોટી ક્રાંતિ આવશે. સહકાર મંત્રાલય હેઠળ અનેક નવા ક્ષેત્ર તોડવાનો પ્રયાસ ચાલુ છે. વડાપ્રધાન મોદીએ પહેલીવાર કેન્દ્ર માં સહકાર મંડળ બનાવ્યું સાથે જ મોદીએ સહકાર મંત્રાલયના બજેટને સાત ગણું  વધારવાનું કામ કર્યું એની સાથે જ ખાંડની મિલોને નફાનો ભાવ વધારો જે ખેડૂતોને આપવો પડે તેના પર ટેક્સ લાગતો હતો વડાપ્રધાન મોદી આ ટેકસ દૂર કરી દીધો છે.

વધુમાં શ્રી શાહે જણાવ્યું હતું કે પંચમહાલ ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંક દેવાથી બહાર આવી નફો કરતી થઇ છે. પંચમહાલ ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંક દેવા નીચે હતી. નાબાર્ડે તેને બંધ કરવાનું સૂચન કરતો કાગળ પણ મોકલી દીધો હતો. જોકે આજે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક ચાર વર્ષથી બધા પ્રતિબંધોથી બહાર આવી બધું દેવું ચૂકવી આજે નફો કરતી થઇ ગઇ છે. જો સહકાર ની અંદર સહકાર આવે તો પરિણામ કેવું હોય તેનું આ ઉદાહરણ છે.

અમિત શાહે રીમોટ દબાવીને તાડવા ખાતેના પંચામૃત બટર કોલ્ડ સ્ટોરેજ, મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે પંચામૃત ડેરી ના નવા પ્લાન્ટનું વર્ચ્યુલ લોકાર્પણ કર્યું સાથે જ મહારાષ્ટ્રના માલેગાંવમાં ખાતેના પંચામૃત ડેરીનાં પ્લાન્ટ , પંચામૃત ડેરી ના લોગોનું પણ અનાવરણ કર્યું હતુ.

પંચામૃત ડેરી ના ઉદ્ઘાટન પ્રસંગે અમિત શાહ સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(1:36 pm IST)