Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

નરેશ પટેલની ઈચ્છા CM ચહેરા તરીકે જાહેર કરવાની માંગ કરી : ટર્મ એન્ડ કન્ડિશનથી આખી કોંગ્રેસ બ્લોક હાલતમાં

કોંગ્રેસને ગુજરાત માળખું જાહેર કરવામાં બ્લોક લાગી ગયો છે: કોંગ્રેસ હાઈકમાન્ડમાં ચર્ચાઓનો દોર શરૂ

અમદાવાદ : ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નરેશ પટેલ પહેલા કોંગ્રેસમાં સામેલ થાય તેવી ઈચ્છા કોંગ્રેસ હાઈકમાન્ડની છે. તો નરેશ પટેલની માંગ છે કે, પહેલા તેમને સીએમ પદનો ચહેરો જાહેર કરવામાં આવે.  કોંગ્રેસ હાઈકમાન્ડની શરત વચ્ચે ગુજરાતની આખી કોંગ્રેસ બ્લોક થઈ છે.  રાજકીય ઘમાસાણ વચ્ચે ગુજરાતના માળખા ઉપર પણ ફૂલસ્ટોપ લાગી ગયુ છે.

ગુજરાતના ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ જાહેર દેખાતા રાજકીય અટકળો વહેવા લાગી હતી. ગુજરાત ભાજપના નેતાઓ સાથે વધુ એક વખત ભાગવત સપ્તાહમાં નરેશ પટેલ જોવા મળ્યા છે. રીબડા ખાતે આયોજિત કથાકાર રમેશભાઈઓઝાની ની ભાગવત સપ્તાહમાં પૂર્વ ગૃહપ્રધાન પ્રદિપસિહં અને નરેશ પટેલ સાથે જોવા મળ્યા.

જોકે બંને લોકોની બોડી લેંગ્વેજમાં ઘણો  તફાવત જોવા મળ્યો હતો.અગાઉ હકુભા જાડેજા દ્વારા જામનગરમાં આયિજત ભાગવત સપ્તાહમાં નરેશ પટેલ સી.આર. પાટીલ સાથે જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા તેઓ ભાજપના નેતા અલ્પેશ ઠાકોર, વરૂણ પટેલ સાથે બગી માં જોવા મળ્યા હતા.

(4:05 pm IST)