Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

ડુમસ પોલીસે બીચ પર કાર લઈ જવા પર પ્રતિબંધ મુક્યો

સુરત પોલીસે લીધો નિર્ણયઃવારંવાર કાર ફસાઈ જવાની ઘટના બાદ નિર્ણય લેવાયો

સુરત, તા.૨૯ :સુરતનો ડુમસ બીચ પ્રવાસન સ્થળ છે.સ વારે તહેવારે અને વેકેશનમાં ગુજરાતભરના પ્રવાસીઓ ડુમસ બીચની મુલાકાત લેતા હોય છે..ત્યારે સુરત પોલીસે લોકોની સુરક્ષા માટે એક નિર્ણય લીધો છે. હવે ડુમસ બીચ ઉપર કાર લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આપને જણાવી દઈએ કે વારંવાર ડુમસ બીચ પર કાર ડૂબી જવાની ઘટનાઓ બનતી હતી. અચાનક ભરતી આવે અને વાહન દરિયા કિનારે ફસાઈ જતું હતું..માટે લોકોના જીવને જોખમ ઉભું થતું હતું.જેથી હવે ડુમસ બીચ પર કાર લઈને જશો તો દંડાત્મક કાર્યવાહી થશે.સુરત પોલીસ દ્વારા લોકોના જીવને જોખમ ઉભું ન થાય તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ડુમસ બીચ એ સ્થાનિક લોકોમાં સૌથી લોકપ્રિય બીચ છે. તે સુરત શહેરના ૨૧ કિ.મી. દક્ષિણપશ્ચિમ સ્થિત છે. સુરત શહેરમાં સપ્તાહના માટે બીચ પિકનીક સ્પોટ્સ પૈકી એક છે. તે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત છે. તમે પાવ ભાજી, ભજીયા, ગાંઠિયા અને અન્ય જેવા પરંપરાગત ખોરાકની વસ્તુઓ પણ ખાઈ શકો છો.  સુરતમાં બીચ સૌથી સુંદર પ્રવાસન સ્થળ છે.સુરત એરપોર્ટથી ૭ કિમીથી ૮ કિ.મી.સુરત રેલ્વે સ્ટેશનથી ૨૨ થી ૨૩ કિ.મી. અને શહેરનું સીટી લાઇટ નજીકના બસ સ્ટોપ છે જે લગભગ ૧૪ કિલોમીટર છે

(9:36 pm IST)