Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

વલસાડ એલસીબીને મોટી સફળતા:ચડ્ડી બનિયાનધારી ગેંગના 7 સાગરીતો ઝડપ્યા:15થી વધુ ગુનાનો ઉકેલાયો ભેદ

ગુજરાત, મહારાષ્ટ્ર, UP, કેરળ અને આંધ્રપ્રદેશમાં 15થી વધુ આચર્યા ગુના: મધ્યપ્રદેશના ધાર જિલ્લાથી 7 આરોપીની ધરપકડ

વલસાડ LCB પોલીસે ચડ્ડી-બનીયાનધારી ગેંગની ધરપકડ કરી છે. પોલીસે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના 7 આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓની ધરપકડ થવાથી 15થી વધુ ગંભીર ગુનાના ભેદ ઉકેલાયા છે. LCB પોલીસે આરોપીની ધરપકડ કરવા સાથે ગાડી અને ચોરી કરવાના સાધનો સહિત 5 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓ ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ અને આંધ્ર પ્રદેશમાં ગુનાને અંજામ આપી ચુક્યા છે.

વલસાડ જિલ્લાની એલસીબી પોલીસે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ઘરફોડ ચોરી કરી અને તરખાટ મચાવતી કુખ્યાત ચડ્ડી-બનિયાનધારી ગેંગને દબોચવા માં  સફળતા મળી છે. મૂળ  મધ્યપ્રદેશના ધાર જિલ્લા ની  આ ખૂંખાર ગેંગ ગુનો આચરતી વખતે ક્રૂર બને છે. ગુનો આચરતી વખતે તેમનો સામનો કરે કે પ્રિતિકાર કરે  તો નિર્દયતાપૂર્વક હુમલા પણ કરતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ ખૂંખાર ગેંગના 7 સાગરીતોને અંદાજે સવા પાંચ લાખના મુદ્દામાલ સાથે ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે. અને એક જ ઝાટકે દેશ ના અનેક રાજ્યોમાં આ ગેંગ એ આચરેલા 15 થી વધુ ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.

વલસાડ જિલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વલસાડના વાઘછીપા ચિવલ  રોડ પર પુરઝડપે પસાર થતી એક ગાડીનો પીછો કરી કર્યો હતો. ગાડી રોકી તપાસ કરતા ગાડીમાં  સાત ઈસમો શંકાસ્પદ મળી આવ્યા હતા. આથી પોલીસે તમામની અટકાયત કરી ગાડી ની તપાસ કરતાં અંદરથી ગાડીમાંથી ચોરી કરવાના સાધનો મળ્યા હતી. પોલીસના હાથે લાગેલા આ સામાન્ય અને નિર્દોષ દેખાતા  વ્યક્તિઓ કોઈ સામાન્ય માણસો  નહીં પરંતુ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં અનેક ગંભીર ગુનાઓને અંજામ આપી  પાંચથી વધુ રાજ્યોની પોલીસને દોડતી કરનાર મૂળ મધ્યપ્રદેશના  ધાર જિલ્લા ની ખૂંખાર ચડ્ડી-બનિયાનધારી ગેંગના સાગરીતો છે. 

આથી પોલીસે ગાડી અને ચોરી કરવા ના સાધનો સહિત અંદાજે સવા પાંચ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આગવીઢબે પૂછપરછ કરી હતી. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનના હદ વિસ્તાર સહિત ચોટીલામાં પણ મંદિરમાં ચોરી કરી અને પોલીસને દોડતી કરી હતી. આ ગેંગે ના સાગરીતો ખૂબ જ ખૂંખાર છે.અગાઉ પણ અનેક ગુનાઓને અંજામ આપી ચૂકયા છે.ત્યારે વધુ એક વખત કોઈ ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલાજ વલસાડ એલસીબી અને એસઓજી પોલીસે ગેંગના સાત સાગરીતોને દબોચી સળિયા  પાછળ ધકેલી દીધા છે. અને આ ગેંગના ગુનાહિત ભૂતકાળ ને ખંગોળવા  તપાસ હાથ ધરી હતી.

વલસાડ જિલ્લા એલસીબી પોલીસના હાથે લાગેલી આ ખૂંખાર ચડ્ડી-બનિયાનધારી ના અનેક  સાગરીતો ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. અગાઉ પણ ગેંગના અનેક સાગરીતો ના કારનામાં ગુજરાત ના અન્ય જિલ્લાઓ સહિત દેશના પાંચથી વધુ રાજ્યના પોલીસ સ્ટેશનોમાં નોંધાઈ ચૂક્યા છે ..પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પોલીસના હાથે ઝડપાયેલી આ ખૂંખાર ચડ્ડી બનિયાનધારી ગેંગ  દિવસે વિવિધ વિસ્તારોમાં રેકી કરે છે. રેકી કર્યા બાદ કોઈ એક મકાન કે એક જગ્યા ને નિશાન બનાવે છે.. અને રાત્રે ગાડી લઈને આ ગેંગના સભ્યો નક્કી કરેલા નિશાન પર ત્રાટકે છે. ગુનો આચરતી વખતે આ ગેંગના સાગરિતો ખૂંખાર બની જાય છે .ગુનો આચરતી વખતે જો કોઈ ભોગ બનનાર ગેંગનો પ્રતિકાર કરે કે  પડકાર કરે તો આ ગેંગના સાગરિતો ખૂંખાર બની અને જીવલેણ હુમલો કરતાં પણ અચકાતા નથી

(9:52 pm IST)