Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

ખેડૂતોએ ભાડભૂત રીવર કમ બેરેજ અને એક્સપ્રેસ-વે ની કામગીરી અટકાવી :કહ્યું- વળતર નહીં તો કામગીરી નહીં

ખેડૂતોએ આમોદના માતર ગામથી લઇ હાંસોટના ઘોડાદરા ગામ સુઘીની અંદાજે 60 કિલોમીટરના એક્સપ્રેસ-વેની કામગીરી અટકાવી.

અંકલેશ્વરના ખેડૂતોએ ભાડભૂત રીવર કમ બેરેજ અને એક્સપ્રેસ-વે ની કામગીરી અનિશ્ચિતકાળ સુધી અટકાવી દીધી. વળતર નહીં તો કામગીરી નહીં તેવો સૂર વ્યક્ત કર્યો છે,ખેડૂતોએ આમોદના માતર ગામથી લઇ હાંસોટના ઘોડાદરા ગામ સુઘીની અંદાજે 60 કિલોમીટરના એક્સપ્રેસ-વેની કામગીરી અટકાવી. જમીન સંપાદનનું યોગ્ય વળતર નહીં ચૂકવાતા ત્રણ દિવસ પહેલા આપેલા અલ્ટીમેટમ આધારે ખેડૂતોએ કામગીરી અટકાવી દીધી.હતી 

ભાડભૂત રીવર કમ બેરેજના 7 જેટલા અસરગ્રસ્ત ગામના 800 થી વધુ ખેડૂતોએ કોયલી ગામ પહોંચી બેરેજની કામગીરી અટકાવી હતી. અંકલેશ્વરના પુનગામ ખાતે એક્સપ્રેસ વેની કામગીરી અટકાવી દીધી હતી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

(11:30 pm IST)