Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

વડોદરાના રણોલી વિસ્તારમાં ફૂટપાથ પર ઊંઘી રહેતા વૃદ્ધનુ અજાણ્યા વાહનની હડફેટે મૃત્યુ નિપજતા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: રણોલી પાસે ફૂટપાથ પર ઊંધી રહેતા વૃદ્ધનું અજાણ્યા વાહનની અડફેટે મોત નિપજ્યું છે.જે અંગે છાણી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,રણોલી પાસે આવેલા ભેરૃનાથ રાજસ્થાની ઢાબાની આજુબાજુ ફૂટપાથ પર પડી રહેતા ૬૪ વર્ષના રમાકાંત ઉર્ફે રામુ જ્વાલાપ્રસાદ તિવારી ગત રાતે રણોલી બ્રિજ પાસેના ડિવાઇડર પાસે રોડ ક્રોસ કરતા હતા.તે સમયે અજાણ્યા વાહને તેઓને ટક્કર મારતા જમણા પગે, મોંઢા, નાક, કાન અને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થઇ હતી.તેઓને એમ્બ્યુલન્સમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર  દરમિયાન તેઓનું મોત થયું હતું.છાણી પોલીસે હોટલના માલિકની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી અકસ્માત કરીને ભાગી છૂટેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

(6:22 pm IST)