Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

રાજ્ય સરકારનું આરોગ્યક્ષેત્રે નવું ગતકડું: ' દીનદયાલ ક્લિનિક' જનતાની આંખમાં ધૂળ નાખનારું ગણાવતા જયરાજસિંહ પરમાર

રાજ્યની શહેરોમાં સરકારી હોસ્પિટલોમાં અડધો અડધ સ્ટાફની અછત : 12 હજારથી વધુ જગ્યા ખાલી : મેડિકલ ઓફિસર, ડોકટરો, પેરા મેડિકલ સ્ટાફની જગ્યાઓ ભરતી કરતી નથી : આધુનિક સાધનો ચલાવવા ટેક્નિકલ સ્ટાફ નથી : વિધાનસભામાં માર્ચમાં થયેલી પ્રશ્નોત્તરીના જવાબના આંકડાઓનો હવાલો ટાંકીને જયરાજસિંહે ખોલી પોલ : સરકાર પર આકરા પ્રહાર કર્યા

અમદાવાદ : કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ દીનદયાલ ક્લિનીકને આરોગ્ય ક્ષેત્રે નવું ગતકડું ગણાવી જનતાની આંખમાં ધૂળ નાખનારું બતાવ્યું છે ધારાસભ્યે વિધાનસભામાં હોસ્પિટલોના નિષ્ણાત ટીબીબોનાં મહેકમ બાબતે પુછાયેલ પ્રશ્નના જવાબ રજુ કરીને અડધાથી વધુ સ્ટાફની અછત હોવાનો ઘટસ્ફોટ કરીને જણાવ્યું છે કે રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં હાલમાં 12 હજારથી વધુ જગ્યાઓ ખાલી હોવા છતાં સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ભરતી કરતી નથી

 કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે વિધાનસભામાં આરોગ્ય મંત્રીને પૂછેલા પ્રશ્નોના જવાબના આંકડાઓ ટાંકીને કહ્યું છે કે રાજ્ય સરકાર હાલમાં મોજુદ તબીબી સુવિધામાં પૂરતા સ્ટાફની નિમણુંક કરતી નથી મેડિકલ ઓફિસર, ડોકટરો, પેરા મેડિકલ સ્ટાફની જગ્યાઓ ભરતી કરતી

નથી બીજીતરફ આધુનિક સાધનોની પણ અછત છે જ્યાં આવા આધુનિક સાધનો વસવાયાં છે ત્યાં આ સાધનો ચલાવવા માટેનો સિક્ષક ટેક્નિક સ્ટાફ નથી

(12:14 pm IST)