Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીના પોલીસ રિમાન્ડ પૂર્ણ : બેંગ્લોરની જેલમાં પરત મોકલાયો : સુરક્ષા હેઠળ રવાના

ક્રાઈમબ્રાંચ દ્વારા ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડથી બેંગલોરથી અમદાવાદ લવાયો હતો.

અમદાવાદ :મોસ્ટ વોન્ટેડ અને કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીને પાછો બેંગ્લોરની જેલમાં લઈ જવામાં આવ્યો છે. જેમાં રાજ્યના બોરસદમાં કાઉન્સિલર પર કરાવવામાં આવેલા ફાયરીંગ અને ખંડણીના પ્રકરણમાં રવિ પૂજારીને બોરસદ કોર્ટમાં રજૂ કરાયો હતો. 19 જુલાઈના રોજ અમદાવાદ ક્રાઈમબ્રાંચ દ્વારા ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડથી બેંગલોરથી અમદાવાદ લવાયો હતો

બોરસદ કોર્ટમાં ક્રાઈમ બ્રાંચે 10 દિવસ રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. ક્રાઇમ બ્રાન્ચે વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં કોર્ટે ૧ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.. હવે રિમાન્ડ પૂરા થતાં રવિ પૂજારીને અમદવાદ એરપોર્ટથી બેંગલોર પરત લઈ જવાયો  છે .

(10:33 pm IST)