Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

મોર્નિંગ વોકમા નીકળતા વડીલો સહિતના લોકોને લૂંટનારા શખ્સને અજય કુમાર તોમરે ઝડપાવીને જ નિરાંતનો શ્વાસ લીધો

ગૂમ થયેલા ગરીબ પરિવારના બાળકો, મધ્યમ વર્ગના લોકોના બાઈક ચોર અને બહેનોના સુહાગ લૂંટનારા શખ્સને અંગત રસ લઈ ઝડપાવનાર સુરતના સીપીનું વધુ એક સરાહનીય પગલું

રાજકોટ તા. ૨૯, ગરીબ પરિવારના બાળકો ૩૫ થી વધુ બાળકો માટે ૧૦૦ પોલીસનો કાફલો કામે લગાડી હેમખેમ ઉગારવા સાથે મધ્યમ વર્ગના   પરિવારના બાઈક ચોર અને મહિલાઓની સુહાગની નિશાનીના મંગલ સૂત્રોના લૂંટારૂઓને ઝડપાવી દેનાર પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા ફરી એક વખત સિનિયર સિટીઝનની વહારે ચઢી ર્મોનિંગ વોક માટે નીકળતા વડીલોના મહિલાઓ સહિતના રાહદારીઓના સોનાના ચેઈન લૂંટનારા શખ્સને ઝડપાવી દઈ સુરતના લોકોની દુવા સાથે પ્રસંશા મેળવી છે.

 સીપી પાસે વડીલ મહિલાઓ દ્વારા થયેલ રજૂઆત સંદર્ભે સીપી દ્વારા એડી. પોલીસ કમિશનર  સેકટર ,૨, તથા ડીસીપી સાથે ચર્ચા કર્યાબાદ પાંડેસરા પીઆઇ એ.પી. ચૌધરી ટીમને મામલો સુપરત થતાં બાતમીદારો મેદાને ઉતરેલ, પોલીસ ટીમો પણ એકદમ એલર્ટ હતી.

 પોલિસ કમિશનર દ્વારા થયેલ સૂચન મુજબ પી.એસ. આઈ એ.જી.રબારી ગુન્હાઓનો ભેદ ઉકેલી કાઢવા સારૂ પેટ્રોલીગમા હતા તે દરમ્યાન સાથેના અ.હે.કો.હરપાલસિંહ દિપસિંહ તથા અ.પો.કો.સિધ્ધરાજસિંહ ભારતસિંહ નાઓ ને તેમના અંગત બાતમીદાર મારફેત સયુકત બાતમી હકીકત મળેલ કે એક ઈસમ ચેઇન સ્નોચીંગ કરતો ઇસમ તેરેનામ રોડ તરફ પસાર થનાર છે જે બાતમી આધારે પાંડેસરા તેરેનામ રોડ ઉપરથી પકડી પાડી પુછપરછ કરતા પોતાનુ નામ ઇરફાન ઇસ્લામ પઠાણ ઉ.વ.-૨૨ રહે-ધર નં ૧૦૭ નુરાની પાર્ક સોસાયટી ઉન પાટીયા સચીન જી.આઈ.ડી.સી સુરત નાઓ હોવાનુ જણાવી જેની અંગ ઝડતી કરતા તેની પાસે થી એક સોનાની ચેઇન મળી આવેલ જેના બિલ/પુરાવા અંગે ખરાઇ કરતા ઉડાવ જવાબ આપતા તેઓની સધન પુછપરછ કરતા અઠવાડીયા અગાઉ અલથાણ ખાડી વોક વે રોડ પર એક ઇસમ જતો હોય જેઓએ ગળા માં પહેરેલ ચેઇન ખેંચી લઇ નાશી ગયેલ હોવાનુ કબુલાત કરતો હોય જે ઇસમની વધુ પુછપરછ કરતા તેણે અગાઉ પણ બીજા ચેઇન સ્નેચીંગ કરેલ હોવાની કબુલાત કરતા તેની પાસેથી નિચે મુજબનો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે.

 રીકવર થયેલ મુદ્દામાલઃ  (૧) સોનાની ચેઇન જેનુ વજન ૧૫.૧૧૦ ગ્રામ જેની કિ.રૂ.૬૮,૫૩૨/-, (૨) સોનાની ચેઇન જેનુ વજન ૧૪.૯૦૦ ગ્રામ જેની કિ.રૂ.૫૫,૦૫૫/-, (૩) સોનાની ચેઇન જેનુ વજન ૯.૭૪૦ ગ્રામ જેની કિ.રૂ.૩૫,૯૮૯/- (૪) સોનાનુ મંગળસુત્ર જેનુ વજન ૪,૩૦૦ ગ્રામ જેની કિ.રૂ.૧૫,૮૮૮/-, (પ) બજાજ કંપનીનુ પલ્સર મો.સા જેની કિ.રૂ.૪૦,૦૦૦/- (૬) એક મોબાઇલ ફોન જેની કિ.રૂ. ૧૫,૦૦૦/- મળી ફુલે કિ.રૂ.૨,૩૦,૪૬૪- ની મત્તાનો મુદામાલ કબ્જે કરેલ છે.

(1:02 pm IST)