Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

થોડા વર્ષ અગાઉ શિવાનંદ ઝાનું નામ ગૃહમંત્રી દ્વારા વિચારેલ,યોજના આગળ વધી ન હતી

દિલ્હી પોલીસ કમિશનર તરીકે રાકેશ આસ્થાનાને મૂકવાનો નિર્ણય અચાનક લેવાયો છે તેવી વ્યાપક માન્યતા ભૂલ ભરેલ, ગુજરાત કેડરના આઇપીએસ માટે ઘણા સમયથી યોજના નરેન્દ્રભાઇ અને અમિતભાઈ વિચારી રહ્યા હતા : સૌરાષ્ટ્ર સાથે પણ નાતો,રાકેશ આસ્થાના જામનગર એસપી પદે પણ ફરજ બજાવી ચૂક્યા છે, આશારામ બાપુ સામેના કેસમાં પણ તેમની ભૂમિકા ખૂબ મહત્વની રહેલ : ગોધરાકાંડ સમયે ટ્રેન સળગાવવાનું કાવત્રું પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇનું હોવાનું ફોરેન્સિક પુરાવા સાથે જે રીતે રજૂ કર્યું તે દિવસથી રાકેશ આસ્થાના પર નરેન્દ્રભાઈ આફ્રિન પોકારી ગયેલ : સુશાંત રાજપુતના અપમૃત્યુ બાદ બોલિવૂડમાં પ્રશરેલ ડ્રગ્સ દુષણની ચોકાવનારી વિગતો તેમના માર્ગદર્શનમાં જ નાર્કોટિકસ વિભાગ દ્વારા ખોલવામાં આવી હતી, રાકેશ અસ્થાનાની રસપ્રદ કથા

રાજકોટ તા..૨૯, ૧૯૮૪ બેચના મૂળ ગુજરાત કેડરના હાઈ પ્રોફાઈલ આઈપીએસ રાકેશ આસ્થાના નિવૃત્ત થાય તે પહેલાં તેમની કેડર ચેન્જ કરી દિલ્હી પોલીસ કમિશનર બનાવવાનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સૂચનથી લેવાયો છે,આવા નિર્ણયથી સહુને ખૂબ આશ્ચર્ય ભલે થયુ હોય પરંતુ દિલ્હીમાં ગુજરાત કેડરના પોલીસ કમિશનર મૂકવાની વિચારણા લાંબા સમયથી નરેન્દ્રભાઇ અને અમિતભાઈનાં દિમાગમાં હતી, અને એ જાણી આશ્ચર્ય થશે કે થોડા વર્ષ પહેલાં આ માટે ગુજરાતના હાલ નિવૃત્ત એવા શિવાનંદ ઝા માટે અમિતભાઇ શાહ ખૂબ ઇચ્છુક હતા. 

 બહુ ઓછાં લોકોને જાણ હશે કે મૂળ ઝારખંડના રાકેશ અસ્થાના જામનગર એસપી પદે પણ ફરજ બજાવી ચૂક્યા છે.ગોધરા કાંડ સમયે કાર સેવકો સાથેની સાબરમતી ટ્રેન સળગી તે ઘટના પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇનું કાવત્રું હોવાનું પ્રસ્થાપિત કરવું ખૂબ કઠિન કાર્ય હતું,પરંતુ એફએસએલ ની મદદથી તેવો દ્વારા ફૂલ પ્રૂફ પુરાવા સાથે જે રીતે આખું કાવત્રું હોવાનું પુરવાર કરવા પોતાની ટીમ સાથે મહેનત કરી એજ સમયથી તેવો નરેન્દ્રભાઇના મનમાં ખૂબ સારા અને મહેનતુ અધિકારીની છાપ પ્રસ્થાપિત કરી ચૂકયા હતા બરોડામા ફરજ બજાવનાર રાકેશ અસ્થાનાએ સુરતમાં પોલીસ કમિશનર તરીકે કાર્ય કાળ વિતાવ્યો એટલો સમય કોઈ અધિકારી રહી શકાયા નથી.સમગ્ર સુરતમાં તેવો દ્વારા વિડિયો વોલ ઊભી કરી સુરતમાં કોઈ પણ જગ્યાએ બનતી ઘટના કેદ થાય તેવી અદભૂત વ્યવસ્થા કરેલ.

 બોલિવૂડમાં નશીલા પદાર્થન વીષ ચક્ર પરથી પડદો ઉઠાવવામાં ખૂબ જહેમત ઉઠાવવા સાથે આશારામ બાપુ પ્રકરણની નાજુક તપાસ કરનાર આ અધિકારી દ્વારા લાલુ પ્રસાદ યાદવ મુખ્યમંત્રી હતા તે સમયે તેમની સામેના આરોપમાં પૂરતા પુરાવા હોવાની જાહેરાત અખબારો સામે હિંમતપૂર્વક તેવો દ્વારા જ થયેલ.એન. સી.બી.ચાર્જ દરમિયાન ડ્રગ્સની ઇન્ટર નેશનલ સિંન્ડીકેટ તોડવામાં પણ ખૂબ સફળ રહેલ.

(1:03 pm IST)